નવી દિલ્લીઃ દિલ્લી સરકારે નોઈડા સાથે દિલ્લીને જોડતા અક્ષરધામ મંદિરની સામેના પટ સહિત રાજધાનીના 12 મુખ્ય રસ્તાઓને મજબૂત કરવા માટે 16.03 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે તેમ શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે. દિલ્લીમાં રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે PWD અધિકારીઓએ વિસ્તાર અને જરુરિયાતોનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યુ ત્યારબાદ આ પ્રોજેક્ટ્સને સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી.
દિલ્લી સરકારે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 12 રસ્તાઓના સમારકામ માટે 16 કરોડ રુપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. પીડબ્લ્યુડીના એક અધિકારીએ કહ્યુ, 'આધુનિક ટેકનોલૉજીની મદદથી પીડબ્લ્યુડી દ્વારા આ રસ્તાઓનુ સમારકામ કરવામાં આવશે.' આ રસ્તાઓમાં માર્જિનલ ડેમ રોડનો સમાવેશ થાય છે. જે નોઈડા અને દિલ્લીને જોડતો મુખ્ય માર્ગ છે. મુખ્ય ધ્યાન અક્ષરધામ મંદિર રોડ પર રહેશે.