શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટરમાં બે લશ્કરના આતંકીઓના જવાનોને ઠાર મારવામાં આવ્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યુ કે ગઈ રાતે બે એનકાઉન્ટર થયા જેમાં લશ્કર એ તૈયબાના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. આ એનકાઉન્ટર સૌઅરા શ્રીનગરમાં થયુ. આતંકીઓ પાસેથી એક એકે-47 અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. વળી, અવંતિપુરામાં થયેલા એનકાઉન્ટરમાં પણ લશ્કર એ તૈયબાના આતંકીઓને જવાનોએ ઠાર માર્યા છે. આ આતંકી ટીવી આર્ટિસ્ટ અમરીન ભટ્ટની હત્યા સાથે જોડાયેલા હતા. છેલ્લા ત્રણ દિવસમાં સેનાએ 10 આતંકીઓને ઠાર કર્યા છે જેમાં લશ્કરના 7 આતંકી હતા અને જૈશ એ મોહમ્મદના 3 આતંકી હતા.