પંજાબ, 27 મે : આમ આદમી પાર્ટીની સરકાર કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં ભ્રષ્ટાચારની ઘટના પર એક્શનમાં જોવા મળી રહી છે. ખુદ કેપ્ટન અમરિન્દર સિંહે દાવો કર્યો હતો કે, તેમની સરકારમાં ઘણા મંત્રીઓ ભ્રષ્ટ હતા. આમ આદમી પાર્ટીએ અમરિંદર સિંહને જણાવ્યું છે કે, જો તેમની પાસે કોઈ પુરાવા છે તો તેને સાર્વજનિક કરવામાં આવે. આમ આદમી પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારના તમામ કેસમાં કાર્યવાહી કરવા તૈયાર છે.
તેના નેતા સુખજિંદર સિંહ રંધાવાએ પોતે કોંગ્રેસ પાર્ટીની સરકારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારનો દાવો કર્યો હતો. સુખજિન્દરે આ બહાને પોતાના પૂર્વ સાથી કેપ્ટન અમરિંદર સિંહ પર નિશાન સાધ્યું હતું, પરંતુ અમરિંદર સિંહે કહ્યું કે, તેઓ ભગવંત માનના કહેવા પર તેમના ભ્રષ્ટ મંત્રીઓની યાદી આપવા તૈયાર છે.