શ્રીનગરઃ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર મરાયા છે. આ વિશે માહિતી આપીને આઈજી કાશ્મીર વિજય કુમારે કહ્યુ કે સેનાએ બધા ત્રણ આતંકવાદીઓને મારી દીધા છે. આ બધા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલા હતા. આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો, દારુગોળા સહિત વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસને માહિતી મળી હતી કે કુપવાડાના એક ગામમાં કેટલાક આતંકવાદીઓ દેખાયા છે અને ત્યારબાદ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આતંકવાદીઓને તેની જાણ થતાં જ તેમણે ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં સેનાએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
22 પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયા
નોંધનીય છે કે કાશ્મીરમાં સેના અને પોલીસે આતંકીઓને ખતમ કરવા માટે સંયુક્ત ઓપરેશન ચલાવ્યુ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 22 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સંયુક્ત ઓપરેશનનો હેતુ ખીણને આતંકવાદ મુક્ત બનાવવાનો છે.
ટીવી કલાકાર અમરીન ભટને મારી ગોળી
તમને જણાવી દઈએ કે સેનાના આ પગલા પછી પણ આતંકીઓ તેમની હરકતો છોડતા નથી. બુધવારે બડગામમાં આતંકવાદીઓએ ટીવી એક્ટર અમરીન ભટ પર ગોળી મારી હતી. અમરીનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર પહેલા જ તેનુ મૃત્યુ થયુ હતુ. ગોળીબારમાં અમરીનનો 10 વર્ષનો ભત્રીજો પણ ઘાયલ થયો છે. ભત્રીજાની હાલત ખતરાની બહાર હોવાનુ કહેવાય છે. પોલીસે જણાવ્યુ કે આ ઘટનામાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓ સામેલ હતા પરંતુ આજે કુપવાડામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ અમરીનની હત્યા કરનારા આતંકવાદીઓ હતા કે નહિ તેની પુષ્ટિ થઈ નથી.
#KupwaraEncounter | All three terrorists were neutralized, affiliated with proscribed terror outfit LeT. Identification being ascertained. Incriminating materials including arms & ammunition recovered: IGP Kashmir
— ANI (@ANI) May 26, 2022
(File pic) pic.twitter.com/TcoqzExQ8Y