દોશની આઝાદીના 75 વર્ષના અનુંસધાનમાં ગુજરાતના સાબરમતિ આશ્રમથી શરૂ થયેલી યાત્રા અલવરના શાહજહાંપુર પહોચી હતી. આ અવસરે કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ સિહ ડોટાસરાના નેતૃત્વમાં આ યાત્રનું સ્વાગત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફુરહાર કરીને તિલક લગાવીને કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે આઝાદીના 75 વર્ષ આ જનજાગૃક્તા પદયાત્રા ગુજરાતના સાબરમતીથી શરૂ થઇ છે. જે રાજસ્થાન- હરિયાણઆ બોર્ડર પર પહોચ્યાંબાદ હરિયાણા માટે રવાના થઇ છે. તેમણે જણાવ્યુ હતુ કે, પદયાત્રા કેન્દ્રની મોદી સરકારના કારનામો અને જૂલમથી હેરાન પરેશાન આમ આદમી માટે જાગૃરૂક્તા પૈદા કરવા માટે કાઢવામાં આવી રહી છે.
ભાજપ સરકારથી આજે દરેક વર્ગના નાગરીકો હેરાન પરેશાન છે. ચારે કોર ભયનો મહોલ છે. વર્તમાન સમયમાં ભાજપની મોદી સરકાર દેશમાં એવા મહોલ પેદા કર્યો છે. જે અંગ્રેજોના શાસનની સામે વધુ ભયાનક છે. દરેક વર્ગ આ સરકારની નાકામીથી પરેશાન છે.
દેશનો અન્નદાતા પોતાના હક્ક માટે આ સરકાર વિરૂધ રસ્તા પર ઉતરીને ખેડૂત વિરોધી ત્રણ કાયદાનો વિરોધ કર્યો હતો. જેના લીધો ઘણા ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવાના વારો આવ્યો હતો. પરંતુ આ સરકાર પોતાના ફાયદા માટે ઉદ્યોગપતિ મિત્રો માટે શોષણ કરનાર આ બિલોને ખેડૂતોના હિતમાં હોવાનું કહેતા જરા ફણ શરમ અનુભવતી નથી.અને કેન્દ્રની મોદી સરકા ફક્ત વોટ બેન્કની રાજનીતિ કરે છે. આંતરીક ભાઇચારને બગાડવા માટે પ્રયાશ કરી રહી છે. જે ભાઇચારાની મિસાલ સમગ્ર દેશમાં આપવામાં આવતી હતી.