જાતિ આધારિત વસ્તી ગણતરીની માગને લઈને 25 મે ના રોજ ભારત બંધ
India
oi-Hardev Rathod
|
ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરીટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ ફેડરેશન (BAMCEF) એ કેન્દ્ર દ્વારા અન્ય પછાત વર્ગો (OBC) માટે જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરવાને લઈને બુધવારના રોજ (25 મે) ના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે, બહુજન મુક્તિ પાર્ટી (BMP), સહારનપુર જિલ્લા પ્રમુખ નીરજ ધીમાને આ અંગે માહિતી આપી હતી.
જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ ઉપરાંત, ફેડરેશન ચૂંટણી દરમિયાન EVM ના ઉપયોગ અને ખાનગી ક્ષેત્રોમાં SC/ST/OBC માટે અનામતના મુદ્દા સામે પણ વિરોધ કરી રહ્યું છે. BAMCEF ઉપરાંત, ભારત બંધને બહુજન મુક્તિ પાર્ટીનું સમર્થન પણ મળ્યું છે, જેના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડી. પી. સિંહે લોકોને તેને સફળ બનાવવા વિનંતી કરી છે. બહુજન ક્રાંતિ મોરચાના રાષ્ટ્રીય સંયોજક વામન મેશ્રામે પણ 25 મે ના રોજ ભારત બંધને સમર્થન આપ્યું છે.
ભારતીય યુવા મોરચાના રાષ્ટ્રીય કન્વીનર અનુસાર, તેમની માંગણીઓમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે :
ચૂંટણીમાં EVM નો ઉપયોગ બંધ કરવો
જાતિ આધારિત વસ્તી ગણતરી
ખાનગી ક્ષેત્રમાં SC/ST/OBC અનામત
ખેડૂતોને MSPની ખાતરી આપતો કાયદો
NRC/CAA/NPR નો અમલ ન કરવો
જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવી
ઓડિશા અને મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણીમાં OBC અનામતમાં અલગ મતદારો
પર્યાવરણ સંરક્ષણની આડમાં આદિવાસી લોકોનું વિસ્થાપન નહીં
રસીકરણ ફરજિયાત બનાવવું નહીં.
કોવિડ-19 લોકડાઉન દરમિયાન કામદારો સામે સિક્રેટ રીતે બનાવવામાં આવેલા શ્રમ કાયદાઓ સામે રક્ષણ આપવું.