નવી દિલ્લીઃ દિલ્લીમાં કુતુબ મીનારને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે ભારતના પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઈ)એ સ્પષ્ટ કરી દીધુ છે કે આ સંરક્ષિત સ્મારકની સંરચનામાં ફેરફાર કરી શકાશે નહિ. મંગળવારે દિલ્લીની સાકેત કોર્ટમાં કુતુબ મીનારને લઈને ચાલી રહેલ કેસમાં એએસઆઈએ પોતાનો જવાબ દાખલ કર્યો અને એ અરજીનો વિરોધ કર્યો જેમાં કુતુબ મીનારની જગ્યાએ મંદિરને પુનર્જીવિત કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરુઆતમાં મહાકાલ માનવ સેવા અને બીજા દક્ષિણપંથી સંગઠનોના કાર્યકર્તાઓને કુતુબ મીનાર પર ભારે પોલિસબળ વચ્ચે વિરોધ પ્રદર્શન કરીને નારેબાજી કરી હતી. તેમની માંગ હતી કે કુતુબ મીનારનુ નામ બદલીને 'વિષ્ણુ સ્તંભ' રાખવામાં આવે.
સાકેત કોર્ટમાં દાખલ કરેલા તેમના જવાબમાં ASIએ જણાવ્યુ હતુ કે, 'કુતુબ મિનાર 1914થી એક સંરક્ષિત સ્મારક છે અને હવે તેની રચના બદલી શકાશે નહિ.' જે સમયે કુતુબમિનારને 'સંરક્ષિત સ્મારક'નો દરજ્જો આપવામાં આવ્યો હતો તે સમયે અહીં કોઈ પણ પ્રકારની પૂજાની પ્રથા નહોતી. તેથી આ સ્મારકના પૂજા સ્થળના પુનરુત્થાનની મંજૂરી આપી શકાય નહિ.'
'કુતુબ મીનારને પૂજા કરવાની કોઈને પરવાનગી નથી'
ASIએ કહ્યું, 'હિન્દુ અરજદારોની અરજી કાયદેસર રીતે માન્ય નથી. કુતુબમિનારના નિર્માણ માટે જૂના મંદિરો તોડવાનો દાવો ઐતિહાસિક તથ્યોની વાત છે. કુતુબ મિનાર સંકુલ એક જીવંત સ્મારક છે જે 1914થી સંરક્ષિત કરવામાં આવ્યુ છે. કુતુબમિનાર સંકુલમાં પૂજા કરવાનો કોઈને અધિકાર નથી અને ન તો અમે તેની પરવાનગી આપી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે એએસઆઈના જ પૂર્વ ક્ષેત્રીય નિર્દેશક ધર્મવીર શર્માએ દાવો કર્યો છે કે કુતુબ મીનારનુ નિર્માણ કુતુબ અલ-દીન એબકે નહિ પરંતુ સૂર્યની દિશાનુ અધ્યયન કરવા માટે રાજા વિક્રમાદિત્યએ કર્યુ હતુ.