નવી દિલ્લીઃ બાળકોમાં કોરોના વાયરસ વેક્સીનને લઈને શરુઆતના ક્લીનિકલ ટ્રાયલના પરિણામો સામે આવ્યા છે તે મુજબ ફાઈઝર અને બાયોટેકની વેક્સીનના ત્રણ ડોઝ 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધી 80 ટકા કારગર છે. વેક્સીનના ત્રણ ડોઝ આ ઉંમરના બાળકોને ઓમિક્રોનના જોખમથી બચાવી શકે છે. વેક્સીનના ત્રીજા ડોઝનો પ્રભાવ સૌથી વધુ હોય છે અને મોટાભાગના બાળકોમાં વેક્સીનનો ત્રીજા ડોઝે સારા પરિણામ બતાવ્યા છે. બાયોટેકનના સીઈઓ ઉગુર સાહીને કહ્યુ કે અમે આ સપ્તાહે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરીનુ આવેદન કરીશુ. વળી, ફાઈઝરના સીઈઓ એલ્બર્ટ બોરલાએ કહ્યુ કે અમને આશા છે કે જલ્દી આ ઉંમરના બાળકો માટે આ વેક્સીન ઉપલબ્ધ હશે.
તમને જણાવી દઈએ કે Pfizer દ્વારા ટ્રાયલના પરિણામો જાહેર થયાના થોડા કલાકો બાદ FDA વતી એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવી હતી જે 15 જૂને Pfizer અને Modernaની અરજી પર નિર્ણય લેશે. FDAની કમિટી કંપનીના ડેટાની તપાસ કરશે ત્યારબાદ તે તેના ઉપયોગને મંજૂરી આપવી જોઈએ કે કેમ તે અંગે તેની ભલામણો આપશે. જો કે અહિ એ સ્પષ્ટ કરવા માંગે છે કે FDA પર કોઈ પ્રતિબંધ નથી કે તેણે આ સમિતિના સૂચનને સ્વીકારવુ પડશે. જો કે સામાન્ય સંજોગોમાં FDA સમિતિના સૂચનને સ્વીકારે છે. FDA એ તેના નિવેદનમાં કહ્યુ કે અમે આશા રાખીએ છીએ કે Pfizer અને Moderna રસીની સમીક્ષા જલ્દી પૂર્ણ કરશે.
એફડીએએ એક ટ્વીટમાં કહ્યું કે અમે જાણીએ છીએ કે માતા-પિતા તેમના બાળકોની સુરક્ષા અંગે ચિંતિત છે. જો આ રસીઓ સલામત અને અસરકારક હશે તો તેને મંજૂરી આપવામાં આવશે. અમે શક્ય તેટલી વહેલી તકે તેમના આંકડાઓની કાળજીપૂર્વક સમીક્ષા કરીશુ. તમને જણાવી દઈએ કે ફાઈઝરની રસીનુ પરીક્ષણ 5 વર્ષથી ઓછી ઉંમરના 1678 બાળકો પર કરવામાં આવ્યુ હતુ. તેમને રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ ડોઝ બીજા રસીના ડોઝના માત્ર બે મહિના પછી જ આપવામાં આવ્યો છે. ઓમિક્રોન સામેની આ રસી આમાંથી 80 ટકા બાળકોમાં અસરકારક સાબિત થઈ છે. પુખ્ત વયના લોકોની સરખામણીમાં બાળકોને માત્ર દસમા ભાગની રસી આપવામાં આવી છે.