કોલકાતા, 22 મે : પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ભાજપને મોટા ઝટકા આપ્યા છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ ઘણા ધારાસભ્યો સહિત નેતાઓ ટીએમસીમાં જોડાયા હતા. હવે પશ્ચિમ બંગાળના બેરકપુરથી ભાજપના સાંસદ અને રાજ્ય ઉપાધ્યક્ષ અર્જુન સિંહ ટીએમસીમાં જોડાયા છે. રવિવારે અર્જુન સિંહ ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાર બાદ હવે તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટનો ડીપી બદલી નાખ્યો છે. નવા ફોટામાં અર્જુન સિંહ TMC પટકા પહેરેલા જોવા મળે છે.
તેમણે બંગાળ ભાજપ સાથે ચાલી રહેલી નારાજગી વચ્ચે પાર્ટી છોડવાનું મન બનાવી લીધું હતું. પશ્ચિમ બંગાળ બીજેપી ઉપાધ્યક્ષ અર્જુન સિંહે આરોપ લગાવ્યો છે કે સંગઠનમાં વરિષ્ઠ પદ પર હોવા છતાં તેમને યોગ્ય રીતે કામ કરવા દેવામાં નથી આવી રહ્યું, જેના કારણે તેઓ નારાજ છે. સૂત્રોના હવાલાથી પહેલાથી જ કહેવામાં આવી રહ્યું હતું કે હવે તે તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાશે.
BJP Lok Sabha MP Arjun Singh joins TMC in the presence of party's general secretary Abhishek Banerjee in Kolkata pic.twitter.com/gDVL5XiHGG
— ANI (@ANI) May 22, 2022
બીજેપી સાંસદ અજય સિંહનું નિવેદન કેન્દ્ર સરકારે શુક્રવારે શણના ભાવ રૂ. 6,500 પ્રતિ ક્વિન્ટલની મર્યાદાની સૂચના પાછી ખેંચવાની જાહેરાત કર્યા પછી આવ્યું છે. સિંહે કહ્યું, "હું તાજેતરમાં જ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યો હતો અને તેમને પાર્ટીના રાજ્ય એકમની સ્થિતિ વિશે જણાવ્યું હતું. સમર્પિત કાર્યકરોને યોગ્ય સન્માન આપવામાં આવી રહ્યું નથી. પ્રદેશ ઉપાધ્યક્ષ હોવા છતાં મને યોગ્ય રીતે કામ કરવાની મંજૂરી નથી. " તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં સિંહ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે જ્યુટ મિલનો મુદ્દો ઉઠાવતા ભાજપના રાજ્ય એકમમાં જૂથવાદને લઈને સિંહે તાજેતરમાં જ ભાજપના ટોચના અધિકારીઓને મળવા દિલ્હીની મુલાકાત લીધી હતી. સિંહે જોરદાર વિરોધ શરૂ કરવાની ચેતવણી પણ આપી હતી.
દરમિયાન બીજેપી નેતા સમિક ભટ્ટાચાર્યએ ANIને કહ્યું કે પાર્ટી સાથે રહેવું કે ન રહેવું એ તેમનો નિર્ણય છે. આ ઘટનાક્રમ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહની બંગાળની મુલાકાત બાદ જ બળવાના અવાજો ઉઠ્યા છે.