ચંદીગઢમાં દક્ષિણ સેક્ટરની સફાઇ માટે લાયંસ કંપનીને ટેન્ડર આપવા માટે ભાજપનો સાથ આપના 6 જેટલા કાઉન્સિલરોએ આપ્યો હતો. આને લઇને કોગ્રેસ દ્વારા આપ પર આરોપ લગાવામાં આવ્યો હતો. આપે છ કાઉન્સિલરો પાસે નોટિસ આપીને જવાબ પણ માંગ્યો હતો. ત્યર બાદ આપ દ્વારા કોંગ્રેસ પર પણ નિશાન સાધવામાં આવ્યુ હતુ.
આમ આદમી પાર્ટીના નેતા હરજિદર બાવા, પ્રદીપ ભાર્દ્વાજ, જેજે સિંહ, દીપ દહીયા, યેંકી કાલિયા, કુદીપ કુક્કી, શાદાબ રાઠી, જયદીપ મલ્હોત્રા, રાજેશ ચૌધરી, હરમેશ કૈબાવાલા, ભારતભૂષણ, અરોડા, સિયારામ ઉજ્જવલ ભાસીન, રવિંદ્ર ભનોટે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ લાયંસ કંપની ના ટેન્ડરને કેમ સ્થગિત કરવાવા માંગ છે. તેની સીબીઆઇ તપાસ થવી જોઇએ.
આપ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા છ વર્ષથી લયંસ કંપની ટેન્ડર કેવી રીતે મળતો આવ્યો છે. તેમજ તેને એક્સટેન્ડ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યાર કોંગ્રેસના કાઉન્સિલર કેમ કઇ બોલાતા નહોતા. કોગ્રેસના કયા કયા કાઉન્સિલરે કંપનીના સારા કામનું સર્ટિફિકેટ આપ્યુ છે. કોંગ્રેસના કાઉન્સિલર છેલ્લા 6 વર્ષથી કંપનીને બ્લેક લીસ્ટ કેમના કરાવી શકી, જે કંપનીને ટેંડરથી કામ ફરીવાર મેળવ્યા બાદ એક મહિના પછી કેમ કોગ્રેસના કાઉન્સિલર કેમ તેને ડેફર કરાવા માંગે છે. તેમા કોંગ્રેસની ચાલ છે.
છેલ્લા 6 મહિનામાં 90 કરોડ રૂપિયાનો ગોટાળો થયો તેની તપાસ પણ સીબીઆઇમાં થવી જોઇ જેથી કરીને દુધ નું દુધ અને પાણીનું પાણી થઇ જાય