હરિયાણામાં આપ કરશે ચૂંટણી પ્રચારનો પ્રારંભ, 29 મેંના રોજ કેજરીવાલ સભા યોજશે!

|

પંજાબમાં જીત મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીનો વિસ્તાર કરવામાં લાગી ગયા છે. તેના ભાગ રૂપે આપ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પોતાના સંગઠનને મંજબૂત કરવા પર ભાર આપી રહી છે. તેમજ હરિયાણાં આવનાર 2024ની ચૂંટણીને થવાની છે તે પહેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હરિયાણામાં સંગઠનને મજબૂત કરવા 29 મે ના રોજ સભાને સંબોધન કરશે.

અરવિંદ કેજરીવાલ સમગ્ર દેશનો પ્રવાસ કરી રહ્યા છે. આ પહેલા કર્ણાટકા તેમજ કેરલમાં પણ સભાઓ કરીને સંગઠન ઉભુ કરવાની શરૂઆત કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ રાજ્ય સરકાર પર તો નિશાન સાધશે જ સાથે સાથે વિરોધ પક્ષ કોંગ્રેસ પર પણ નિશાન સાધતા પાછી પાની નહી કરે. કેજરીવાલ પર ભાજપના નેતાઓ દ્વારા શાબ્દીક પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે. સભાને સફળ બનાવાની જવાબદારી આપના રાજ્યસભાના સાંસદ સુશિલ કુમાર ગુપ્તાએ સંભાળી છે.

આપ સમગ્ર પ્રદેશમાં જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યી છે. આમ આદમી પાર્ટી તરફથી રોજ સરકાર પર અનેક પ્રકારના શાબ્દીક હુમલા કરવામાં આવી રહ્યા છે. જેમા જીવન જરૂરિયાતને લગતા પાયાના સવાલ જેવા કે, શિક્ષણ, આરોગ્ય, વિજળી, પાણી, આરોગ્યને લગતા સવાલ સતત કરવામાં આવી રહ્યા છે.

પ્રદેશના ભાજપના નેતા જવાહર યાદવે કેજરીવાલની દિલ્હી સરકાર પર અનેક સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, આમ આદ આદમી પાર્ટીના નેતાઓ આજ કાલ હરિયાણામાં દિલ્હીની માફક રોજગારી આપવાની વાત કરે છે. હકીકત એ છે કે, સાત વર્ષમાં કેજરીવાલ સરકારે માત્ર 440 સ્થાનિક રોજગારી આપી શક્યા છે. જ્યારે હરિયાણાની મનોહર ખટ્ટર સરકારે 87225 યુવાનોને રોજગારી પુરી પાડી છે. આ આકંડા આરટીઆઇમાથી લેવામાં આવ્યા છે. તેને કોઇ પણ મેળવી શકે છે. પ્રદેશની જનતા દિલ્હી સરકારની હકીકતોને જાણે છે. કેજરીવાલ પંજાબને એસઆઇએલનું પાણી અપાવી દે તો માનવામાં આવે.

MORE AAP NEWS  

Read more about:
English summary
Kejarival will address election rally in Hariyana