નિર્મલા સિતારામને ટ્વીટ કરી આપી જાણકારી
શનિવારે સાંજે દેશવાસીઓને રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે. માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી રહ્યા છીએ. આનાથી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. જોકે, તેનાથી સરકારની આવક પર વાર્ષિક 1 લાખ રૂપિયાની અસર પડશે.
|
આજ રાતથી લાગુ કરાશે નવા ભાવ
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ શનિવારે મધરાત 12 વાગ્યાથી લાગુ થશે. તાજેતરમાં પીએમ મોદીએ લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે રાજ્યોને એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની સલાહ આપી હતી. જો કે, ભૂતકાળમાં માત્ર કેટલાક રાજ્યોએ જ વેટમાં ઘટાડો કર્યો હતો. પરંતુ, અત્યારે મોટાભાગના રાજ્યોમાં વેટ વધારે છે. નિર્મલા સીતારમણે કહ્યું- અમે એ પણ અપેક્ષા રાખીએ છીએ કે જે રાજ્યોએ નવેમ્બર 2021થી કોઈ કાપ નથી કર્યો, તેઓ પણ સામાન્ય લોકોને થોડી રાહત આપશે.
મહારાષ્ટ્રમાં સૌથી મોંઘુ પેટ્રોલ
દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં 123.46 રૂપિયા પ્રતિ લિટર હતું, જ્યારે આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં ડીઝલ 107.61 રૂપિયા પ્રતિ લિટર હતું. તે જ સમયે, પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલમાં 85.83 રૂપિયા પ્રતિ લિટર હતું.