ચીનના દક્ષિણ-પશ્ચિમમાં આ વર્ષે માર્ચમાં ચીનનું બોઇંગ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં સવાર તમામ 133 લોકો માર્યા ગયા હતા. હવે ચીનના આ વિમાનના બ્લેક બોક્સમાંથી મળેલી માહિતીએ બધાને ચોંકાવી દીધા છે. બ્લેક બોક્સમાંથી મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે ચાઈના ઈસ્ટર્ન જેટના પ્લેનને ઈરાદાપૂર્વક ઊંચાઈથી નીચે લાવીને ક્રેશ કરવામાં આવ્યું હતું. આ માહિતી સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.
વોલ સ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં ક્રેશ થયેલા ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ કોર્પ જેટના બ્લેક બોક્સથી જાણવા મળ્યું હતું કે બોઈંગ કંપનીના વિમાને જાણી જોઈને ક્રેશ લેન્ડિંગ કર્યું હતું. કોકપિટમાં હાજર કોઈ વ્યક્તિએ જાણી જોઈને પ્લેનને નીચે લાવીને ક્રેશ કર્યું હતું. આ ડેટા સૂચવે છે કે કોકપિટમાં કોઈએ ઈરાદાપૂર્વક એરક્રાફ્ટને નીચે ડાઈવ કરવા દબાણ કર્યું હતું. જો કે, એરલાઇન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે હજુ સુધી રિપોર્ટ પર ટિપ્પણી કરી નથી.
બોઇંગ 737-800 જેટલાઇનર 21 માર્ચના રોજ કુનમિંગથી ગુઆંગઝુ જઈ રહ્યું હતું ત્યારે તે આકાશમાંથી પડ્યું હતું, જેમાં તમામ 132 મુસાફરો અને ક્રૂના મોત થયા હતા. જર્નલે આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે તપાસમાં સામેલ યુએસ અધિકારીઓએ એક પાઇલટની ક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જો કે શક્ય છે કે પ્લેનમાં કોઈ અન્ય વ્યક્તિ કોકપિટમાં હોય અને તે ક્રેશનું કારણ બને.
ફ્લાઈટ ટ્રેકર FlightRadar24એ અહેવાલ આપ્યો હતો કે પ્લેન માત્ર 2.15 મિનિટમાં 29 હજાર ફૂટની ઉંચાઈથી 9,075 ફૂટ પર આવી ગયું હતું. તે આગામી 20 સેકન્ડ માટે 3,225 ફીટ પર હતું અને પછી ફ્લાઇટ સાથેનો સંપર્ક તૂટી ગયો. બીજી તરફ આ અહેવાલો આવ્યા બાદ બોઇંગના શેરમાં ઘણી મજબૂતી જોવા મળી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.