PM મોદી બોલ્યા- નેપાળ વિના અમારા રામ પણ અધુરા, બુદ્ધ સાથે પોતાના ખાસ કનેક્શન વિશે જણાવ્યું

|

બુદ્ધ પૂર્ણિમાના અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની નેપાળ પહોંચ્યા હતા. અહીં માયાદેવી મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે મને ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેવાનો લહાવો મળ્યો. ભગવાને જ્યાં જન્મ લીધો છે ત્યાંની ઉર્જા એક અલગ જ અનુભૂતિ કરાવે છે. પશુપતિનાથ જી હોય, જનકપુરધામ હોય કે લુમ્બિની, જ્યારે પણ હું નેપાળ આવું છું, આ દેશ મને તેના આધ્યાત્મિક આશીર્વાદ આપે છે. મોદીએ કહ્યું કે નેપાળ વિના આપણા ભગવાન રામ પણ અધૂરા છે.

નેપાળ વિના અધૂરા છે ભગવાન રામ

પીએમ મોદીએ કહ્યું કે નેપાળ એટલે વિશ્વના સૌથી ઊંચા પર્વતનો દેશ, નેપાળ એટલે મંદિરોનો દેશ, નેપાળનો અર્થ એ છે કે જે પ્રાચીન સંસ્કૃતિને સાચવે છે. ભારતમાં રામ મંદિરના નિર્માણથી નેપાળ પણ એટલી જ ખુશી અનુભવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જનકપુરમાં મેં કહ્યું હતું કે આપણા ભગવાન રામ પણ નેપાળ વિના અધૂરા છે. આજે વિશ્વમાં જે રીતે સ્થિતિ સર્જાઈ રહી છે તેમાં ભારત અને નેપાળની નિકટતા સમગ્ર માનવતાના હિતમાં કામ કરશે. આમાં ભગવાન બુદ્ધ પ્રત્યેના આપણા બંને દેશોની આસ્થા એક દોરામાં બંધાઈને આપણને એક પરિવારના સભ્ય બનાવે છે.

સૌના છે મહાત્મા બૌદ્ધ

મહાત્મા બુદ્ધના સંદેશાઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, 'બુદ્ધે કહ્યું હતું કે તમારો પોતાનો દીવો ખુદ બનો. મારા વિચારોને પણ સમજી વિચારીને આત્મસાત કરો.' તેમણે કહ્યું કે મહાત્મા બુદ્ધનો જન્મ પૂર્ણિમાના દિવસે થયો હતો અને આ દિવસે તેમણે બોધ ગયા ખાતે જ્ઞાન મેળવ્યું હતું અને આ તારીખે તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. તે માત્ર સંયોગ નહોતો. આ માનવ જીવનની પૂર્ણતા છે. પૂર્ણિમા પૂર્ણતાનું પ્રતિક છે. મહાત્મા બુદ્ધ ભૌગોલિક સીમાઓથી ઉપર ઉઠે છે અને તેઓ બધાના છે. બુદ્ધ અનુભૂતિ પણ છે, સંશોધન પણ છે, વિચારો પણ છે અને સંસ્કારો પણ છે. મારો ભગવાન બુદ્ધ સાથે પણ સંબંધ છે. આમાં એક અદ્ભુત અને સુખદ સંયોગ પણ છે.

વડનગરથી હતો બુદ્ધનો નાતો

પીએમ મોદીએ કહ્યું કે વડનગર, જ્યાં તેમનો જન્મ થયો હતો, તે પ્રાચીન સમયમાં બૌદ્ધ શિક્ષણનું એક મહાન કેન્દ્ર હતું. ત્યાં હજુ પણ વિશાળ અવશેષો બહાર આવી રહ્યા છે. ભારતમાં એવા ઘણા શહેરો છે, જ્યાં લોકો તેમને તે રાજ્યની કાશી તરીકે ઓળખે છે. કાશી પાસેના સારનાથ સાથેના મારા લગાવ પરથી પણ તમે જાણો છો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે સાથે મળીને આ વિરાસતને સમૃદ્ધ બનાવવાની છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે નેપાળ સરકાર લુમ્બિની અને બુદ્ધ સર્કિટના વિકાસ માટે સહયોગ અને યોગદાન આપી રહી છે. તેમણે કહ્યું કે નેપાળ અને ભારત વચ્ચેનો સંબંધ હિમાલય જેટલો જૂનો અને અટલ છે. હવે આપણે આપણા સંબંધોને પણ એટલી જ ઊંચાઈ આપવી પડશે.

MORE PM MODI NEWS  

Read more about:
English summary
Even our Ram is incomplete without Nepal: PM Modi In Nepal
Story first published: Monday, May 16, 2022, 19:58 [IST]