નાલાગઢઃ વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પારો ગરમાયો છે. બધા પક્ષના નેતાઓ જનતા વચ્ચે પહોંચી રહ્યા છે અને જનતાને લોભામણા વચનો આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અંજૂ રાની નાલાગઢ પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન એક સવાલનો જવાબ આપીને અંજૂ રાનીએ કહ્યુ કે પંજાબના સીએમ ભગવંત માન પાસે કોઈ જાદુઈ છડી નથી જે 70 વર્ષની બગડેલી સ્થિતિ 2 મહિનામાં જ બદલી નાખે. તેમણે કહ્યુ કે પંજાબમાં બદલાવની શરુઆત થઈ ચૂકી છે. ધીમે-ધીમે પંજાબ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
અંજૂ રાનીએ નાલાગઢના ઘણા ગામોનો પ્રવાસ કર્યો. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યુ કે ભાજપ અને કોંગ્રેસ 70 વર્ષોથી હિમાચલને લૂંટવામાં લાગેલા છે. અંજૂ રાનીએ કહ્યુ કે આમ આદમી પાર્ટીએ પહેલા દિલ્લીને બદલ્યુ, હવે પંજાબ બદલવા જઈ રહ્યુ છે અને હવે હિમાચલનો વારો છે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ નાલાગઢમાં ઘરે-ઘરે જવા માટે જન અભિયાન શરુ કર્યુ છે.
વિકાસ કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે
ભાટિયા પંચાયતના સ્નેઢ ગામમાં અંજૂ રાની દ્વારા ઘણી નુક્કડ સભાઓનુ આયોજન કરવામાં આવ્યુ જેમાં લોકોને આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લીમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોથી અવગત કરાવવામાં આવી રહ્યા છે અને દિલ્લીમાં જે રીતે આમ આદમી પાર્ટીએ સ્કૂલ, કૉલેજ, આરોગ્ય તેમજ અન્ય ક્ષેત્રોમાં કામ કર્યુ છે તે રીતે હિમાચલમાં પણ વિકાસ કરાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
છેલ્લા 3 દિવસથી પ્રવાસે છે
આ પ્રસંગે મીડિયા સાથે વાત કરીને અંજૂ રાનીએ કહ્યુ કે તે નાલાગઢ વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પ્રવાસે છે અને તે નાલાગઢ વિધાનસભા વિસ્તારની ઘણા પંચાયતો અને ગામોનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે કહ્યુ કે નાલાગઢ વિધાનસભા વિસ્તારમાં લોકોને મૂળભૂત સુવિધાઓની કમી છે. અંજૂ રાનીએ કહ્યુ કે લોકોને ટ્રાન્સપોર્ટ, પાણીની સમસ્યા, સ્કૂલો અને સ્વાસ્થ્યને લગતી ઘણી મુશ્કેલીઓ છે. વિસ્તારના નેતા ખનન માફિયા રાજ ચલાવી રહ્યા છે અને સામાન્ય જનતા નાની-નાની મુશ્કેલીઓ માટે પણ ત્રાહિમામ છે.
તેમણે કહ્યુ કે રાજ્યની જનતા ભાજપ અને કોંગ્રેસ બંનેથી પરેશાન છે અને હવે તે બદલાવના મૂડમાં છે. તેમની પાસે એક જ વિકલ્પ છે આમ આદમી પાર્ટી જેણે પહેલા જ દિલ્લીમાં બદલાવ લાવ્યો અને હવે પંજાબમાં બદલાવની શરુઆત કરી દેવામાં આવી છે અને ત્યારબાદ હવે હિમાચલનો વારો છે. આપ નેતાએ કહ્યુ કે હિમાચલમાં પણ આમ આદમી પાર્ટી ભારે બહુમતથી સરકાર બનાવશે. 70 વર્ષોથી ક્યારેય ભાજપ અને ક્યારેક કોંગ્રેસ બંને પાર્ટીઓ હિમાચલને લૂંટવામાં લાગી છે અને હિમાચલમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર થઈ ચૂક્યો છે જેના કારણે સામાન્ય જનતા પરેશાન છે.