નવી દિલ્લીઃ દેશની સર્વોચ્ચ અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો આપીને દેશદ્રોહ કાયદા પર હાલ માટે રોક લગાવી દીધી છે અને કેન્દ્ર અને રાજ્યોમાં આ વિશે પુનર્વિચારની અનુમતિ આપી દીધી છે અને સાથે જ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આ મામલે પુનર્વિચાર થઈ રહ્યો છે ત્યાં સુદી રાજદ્રોહ કાયદો એટલે કે 124એ હેઠળ કોઈ નવો કેસ નોંધવામાં નહિ આવે, હવે આ મામલે આગામી સુનાવણી 3 જુલાઈએ થશે.
તમને જણાવી દઈએ કે આ મામલે મંગળવારે સુનવણી થઈ હતી. જ્યાં કેન્દ્ર તરફથી હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યુ હતુ કે આ કાયદા પર કાર્યપાલિકાના સ્તર પર Review અને Rethinkની જરુર છે કારણકે આ કાયદાથી રાષ્ટ્રની સંપ્રભુતા અને અખંડતા જોડાયેલી છે. તેમણે કોર્ટને આ કાયદોની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણીને હાલ માટે ટાળવાની માંગ કરી હતી.
શું છે દેશદ્રોહનો કાયદો?
તમને જણાવી દઈએ કે ભારતીય કાયદા સંહિતા(આઈપીસી)ની કલમ 124એ હેઠળ જો કોઈ દેશનો નાગરિક સરકાર વિરોધીકે કાયદાલ વિરોધી સામગ્રી લખે અથવા બોલે અથવા પછી તેનુ સમર્થન કરે તો તે રાજદ્રોહનો ગુનેગાર છે અને આ હેઠળ ત્રણ વર્ષથી લઈને આજીવન કેદ સુધીીની સજા પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય ચિહ્નોનુ અપમાન કરે અથવા પછી બંધારણના નિયમોનુ પાલન નહિ કરીને તેની સામે એક્શન લે તો તેના પર પણ રાજદ્રોહનો કેસ નોંધાઈ શકે છે. આ કાયદો 1860માં બન્યો હતો અને આને 1870માં આઈપીસીમાં શામેલ કરવામાં આવ્યો હતો.
Sedition Law | Supreme Court allows the Central government to re-examine and reconsider the provisions of Section 124A of the IPC which criminalises the offence of sedition. Supreme Court says till the exercise of re-examination is complete, no case will be registered under 124A. pic.twitter.com/xrjHNyLbA6
— ANI (@ANI) May 11, 2022