Corona Update: 3 હજારથી ઓછા આવ્યા આજે નવા કોવિડ કેસ, છેલ્લા 24 કલાકમાં 3044 લોકો થયા રિકવર

|

નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 24 કલાકોમાં કોરોના વાયરસના ત્રણ હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 10 મેના લેટેસ્ટ આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2288 નવા કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે. વળી, આ દરમિયાન એક દિવસમાં 3 હજાર 44 લોકો રિકવર થયા છે. છેલ્લા 24 કલાકમાં 10 લોકોની કોરોના વાયરસના કારણે મોત થયા છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 19 હજાર 637 છે.

દેશમાં કોરોના રિકવરી રેટ 98.74 ટકા

દેશમાં સક્રિય કેસોની સંખ્યા 19,637 છે જે સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.05 ટકા શામેલ છે. વળી, નેશનલ કોરોના રિકવલી રેટ 98.74 ટકા છે. 24 કલાકના સમયમાં સક્રિય કોરોના કેસમાં 766 કેસોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દૈનિક પૉઝિટીવિટી દર 0.95 ટકા અને સાપ્તાહિક પૉઝિટિવિટી દર 0.82 ટકા નોંધવામાં આવ્યો.

કોરોનાથી અત્યાર સુદી 5.24 લાખના થયા મોત

દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુદી 5,24,103 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે જેમાં 6ના મોત એકલા કેરળમાં થયા છે. વળી, દેશમાં કોરોનાના કુલ કેસોની સંક્યા 4,31,07,689 થઈ ગઈ છે. દેશમાં કોવિડ-19થી થતી કુલ રિકવરી અત્યાર સુધી 4,25,63,949 થઈ ગઈ છે.

દેશમાં કોરોના વેક્સીનના આંકડા

દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી 190.50 કરોડ કોવિડ વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. કુલ વેક્સીનેશનનો આંકડો 1,90,50,86,706 છે. વળી, ડબ્લ્યુએચઓના રિપોર્ટે 2020 અને 2021માં ભારતનો મૃત્યુ દર 47.4 લાખ આંકવામાં આવ્યો છે. ઘણા અન્ય અભ્યાસોએ ભારતના કોવિડ સંબંધિત મૃત્યુ આંકને 25 લાખથી 60 લાખ વચ્ચે બતાવ્યો છે.

MORE CORONAVIRUS NEWS  

Read more about:
English summary
Coronavirus update: India Records 2288 New COVID19 Cases, 3044 recovery In 24 Hours