ફ્રેન્કે અપાવ્યો ગુસ્સો
મેચની શરૂઆતમાં જ વીર પોતાની તરફી મેચ કરવા લાગ્યો હતો. તેણે ફ્રેન્કને બેક ટુ બેક સ્લેમ આપ્યા. પરંતુ ફ્રેન્ક વીરને કોણી મારતાની સાથે જ અને પોતાને બચાવ્યા પછી ફરીથી વીર મહાનને બિગ બૂટ આપે છે. પછી શું હતું... વીર મહાન ગુસ્સે થઈ ગયો. ફ્રેન્કને દાવ ખેલવો મોંઘો પડ્યો અને વીરે બીગ સાઇડ સ્લેમ આપીને વિરોધી રેસલરને ફરી કોર્નર પર પછાડ્યો હતો.
વિદેશી રેસલરને માત્ર 80 સેકન્ડમાં ઢેર કર્યો હતો
વીર મહાન વિલંબ કર્યા વિના, ફ્રેન્કને સ્પ્લેશ કરે છે અને ક્લોઝલાઇનને ફટકારે છે. ત્યારબાદ તેણે ફ્રેન્કને તેની સબમિશન મૂવ સર્વિકલ ક્લચમાં પકડી લીધો. ફ્રેન્ક લોમેન પોતાને મુક્ત કરી શક્યા નહીં. અંતે, તેની પાસે ટેપ આઉટ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. આ રીતે વીર મહાને માત્ર 80 સેકન્ડમાં મેચ જીતી લીધી હતી.
ક્યાંથી છે વીર મહાન?
જો કે તેનું નામ રિંકુ સિંહ છે, પરંતુ WWE કંપનીએ તેનું નામ વીર મહાન રાખ્યું છે. વીર મહાન ઉત્તર પ્રદેશના રવિદાસ નગર જિલ્લાના ગોપીગંજનો વતની છે. તેમનો જન્મ 8 ઓગસ્ટ 1988ના રોજ ગોપીગંજમાં થયો હતો. વીર મહાન, જેઓ છ ફૂટ ચાર ઇંચ ઉંચા અને 125 કિગ્રા છે, તેણે આ વર્ષે 4 એપ્રિલના રોજ તેની WWE રિંગમાં ડેબ્યુ કર્યું હતુ. તેણે રિંગમાં પ્રવેશતાની સાથે જ પિતા-પુત્રની જોડી રે મિસ્ટેરિયો અને ડોમિનિક મિસ્ટેરિયોને ખરાબ રીતે હરાવ્યા હતા.