શિમલા DC ઑફિસ બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન

|

આમ આદમી પાર્ટીએ તપોવન વિધાનસભામાં લાગેલ ખાલિસ્તાની ઝંડાના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ડીસી ઑફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આ અવસર પર ભાજપની કેન્દ્ર સરકારને પણ આડેહાથ લીધી. કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ નારેબાજી કરી અને આરોપ લગાવ્યા કે આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓએ તપોવન વિધાનસભા પરિસરમાં લાગેલા ઝંડાની વિરુદ્ધમાં રાજ્યપાલને રિપોર્ટ મોકલ્યો. આમ આદમી પાર્ટીએ આ વિશે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને પણ આડેહાથ લીધા. તેમણે આ ઘટના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે.

રાજીવ અંબિયાએ કહ્યું કે વિધાનસભા રાજ્યનું દિલ હોય છે અને અહીંથી સમગ્ર રાજ્યની નીતિ બનાવવામાં આવે છે. તેના પર આવા પ્રકારનો હુમલો કરવો અથવા ઝંડા ફરકાવવા અને સ્લોગન લખવાં રાજ્ય સરકારની નાકામી છે, જો સુરક્ષાના પુખ્તા ઈંતેજામ હોત તો આવું કંઈ ના થાત પરંતુ ધર્મશાલા પરિસરમાં વિધાનસભા ભવનની અણદેખી કરવી સરકારની કાબિલિયત પર પ્રશ્નચિહ્ન લગાવે છે. આ ઘટના પર સરકારે તરત એક્શન લઈ લેવી જોઈતી હતી અને દોષિતોને સજા મળવી જોઈતી હતી પરંતુ મુખ્યમંત્રી પોતાની રેલીઓના આયોજનમાં વ્યસ્ત છે. તેમણે આરોપ લગાવ્યો કે આ ઘટના બાદ મુખ્યમંત્રીની કોટલામાં રેલી કરવા ન્યાય સંગત છે. એક તરફ સરકાર જૂઠા વચનો આપે છે અને બીજી તરફ એક સાથે કેટલીય ઘટનાઓ સામે ઘટતી જોવા મળે છે. શું વિધાનસભા પરિસરમાં આવા પ્રકારની ઘટના પૂર્વ આયોજિત ષડયંત્ર નથી, શું આ હરકત પોલીસ ભરતીની ચાલી રહેલી ધાંધલીનું ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવી રહી છે.

ઉમાકાંત ડોગરાએ કહ્યું કે આવી ઘટના બનવી બહુ નિંદનીય છે અને હાલની સરકારની નાકામીનું જીવતું જાગતું સબૂત છે. તેમણે સીધી રીતે સરકારને પૂછ્યું છે કે આ ભાજપ સરકારે શું પગલાં લીધાં તે જણાવે અથવા તો તેમનો એક્શન પ્લાન શું છે, શું આ તેમનું જ ષડયંત્ર તો નથીને? ડોગરાએ આરોપ લગાવતા કહ્યું કે આમ આદમી પાર્ટી આવા પ્રકારના કૃત્યની નિંદા કરે છે અને જો દોશિતોને સજા ન મળે તો શિમલા વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે. આ અવસર પર વિકાસ ધીમાન અધ્યક્ષ જવાલામુખી વિધાનસભાએ કહ્યું કે રાજ્યના ગૌરવ પર આવા પ્રકારનો હુમલો થવો રાજ્ય સરકારની સાથોસાથ આખા રાજ્યની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન લગાવે છે.

હિમાચલ પ્રદેશ શાંતિ અને પ્રેમનું પ્રતિક છે અને જો કોઈપણ દેશ વિરોધી તાકાત હિમાચલ પ્રદેશનો માહોલ ખરાબ કરે છે તો તેને છોડવામાં નહીં આવે. આમ આદમી પાર્ટી હિમાચલ પ્રદેશ તરફથી ધર્મશાલામા જિલાભરના કાર્યાલયોએ ભાગ લીધો જેમાં ડૉ ગુરચરણ, દેશ રાજ, વિકાસ ધીમાન, સુશીલ કુમાર ભૂપિંદર સિંહ, સીતા રામ ભાટિયા, મહિંદર કુમાર, વિક્રમ ચાંદ કૌંડલ, અનીતા કુમારી એક્સ પ્રધાન સ્રોતરીનગરોટા, નરેશ કુમાર, વિક્રમ મેહરા, સતપાલ વગેરે હાજર રહ્યા હતા.

MORE AAP NEWS  

Read more about:
English summary
AAP activists protest outside Shimla DC office for hoisting Khalistani flags outside Himachal Assembly.
Story first published: Tuesday, May 10, 2022, 13:39 [IST]