ફરી પિતા બનશે વ્લાદિમીર પુતિન, યુદ્ધ વચ્ચે અલીના કાબેવા થઇ ગર્ભવતી

|

શું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 69 વર્ષની ઉંમરે ફરી પિતા બનવા જઈ રહ્યા છે? યુક્રેન યુદ્ધની વચ્ચે એવો દાવો કરવામાં આવ્યો છે કે પુતિનની ગર્લફ્રેન્ડ અલીના ફરીથી ગર્ભવતી છે અને માતા બનવાની છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે ગર્લફ્રેન્ડે રશિયન પ્રેસિડેન્ટને તેની પ્રેગ્નન્સી વિશે જાણ કરી તો તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ફરી પિતા બનશે પુતિન?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જેઓ આ વર્ષે ઓક્ટોબરમાં 70 વર્ષના થશે, તેમની 38 વર્ષની ગર્લફ્રેન્ડ અને ભૂતપૂર્વ ઓલિમ્પિક જિમ્નાસ્ટ અલીના કાબેવા સાથે ઓછામાં ઓછા બે પુત્ર હોવાનું કહેવાય છે અને તેઓ ફરી માં બનવા જઈ રહી છે. પરંતુ, સૂત્રોએ દાવો કર્યો હતો કે, રશિયન પ્રમુખ, જે રેડ સ્ક્વેરમાં વિજય દિવસની પરેડમાં પોતાનું યુદ્ધ મશીન બતાવવા માટે તૈયાર હતા, જ્યારે તેની ગર્લફ્રેન્ડે તેને કહ્યું કે તે ફરીથી ગર્ભવતી છે ત્યારે તે ગુસ્સે થઈ ગયો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છૂટાછેડા લીધા હોવાનું કહેવાય છે અને હાલમાં તેઓ કેન્સરની ભયાનક બીમારી સામે લડી રહ્યા છે અને થોડા દિવસોમાં તેમનું ઓપરેશન કરવામાં આવશે. રશિયન ન્યૂઝ ચેનલ જનરલ એસવીઆર ટેલિગ્રામે દાવો કર્યો છે કે અલીના ગર્ભવતી છે.

પુતિનને નથી જોઇતુ બાળક

રશિયન ચેનલ જનરલ એસપીઆર ટેલિગ્રામે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ હાલમાં યુક્રેન યુદ્ધ અને વિજય દિવસની ઉજવણીમાં વ્યસ્ત છે અને નવા બાળકને જન્મ આપવાનો તેમનો કોઈ ઈરાદો નથી. પરંતુ, જ્યારે તેને ખબર પડી કે તે ફરીથી પિતા બનવા જઈ રહ્યો છે, ત્યારે તે ગુસ્સે થઈ ગયો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિએ બાળક માટે કોઈ યોજના બનાવી નથી. જોકે, પુતિને ક્યારેય અલીના કાબેવા સાથેના સંબંધનો સ્વીકાર કર્યો નથી, જે અગાઉ સ્વિટ્ઝર્લેન્ડમાં છુપાઈ હોવાનું કહેવાય છે. એક સ્થાનિક અખબારે અહેવાલ આપ્યો છે કે, વર્ષ 2015માં પુતિનને અલીનાથી એક પુત્ર થયો હતો અને વર્ષ 2019માં તેમને બીજા સંતાનનો જન્મ થયો હતો.

કોણ છે પુતિનની સિક્રેટ ગર્લફ્રેંડ?

ભૂતપૂર્વ રશિયન જિમ્નાસ્ટ ખેલાડી અને ઓલિમ્પિક મેડલ વિજેતા એથ્લેટ અલીના કાબેવા આ મહિને મોસ્કોમાં એક કાર્યક્રમમાં લાંબા સમય પછી ફરી દેખાઇ હતી. તે લાંબા સમયથી 'ગુમ' હતી અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે સ્વિટ્ઝર્લેન્ડમાં છે અને તેને સ્વિટ્ઝર્લેન્ડમાંથી બહાર કાઢવાની વાત ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવે છે કે રાષ્ટ્રપતિ પુતિન અને અલીના કાબેવાના બે પુત્રો અને બે પુત્રીઓ છે, પરંતુ અમે આની પુષ્ટિ કરી રહ્યા નથી. અલીનાએ એથ્લીટ તરીકે પોતાના દેશ માટે ઘણા મેડલ જીત્યા છે. જોકે, પુતિને જાહેર જીવનમાં ક્યારેય તેમના વિશે વાત કરી નથી.

અલીના કાબેવાનું ગુપ્ત જીવન

અલીના કાબેવા જાહેર જીવનમાં ભાગ્યે જ જોવા મળે છે અને છેલ્લી વાર 2018 માં જોવા મળી હતી જ્યારે તે ગર્ભવતી હતી, આ મહિને મોસ્કોમાં જોવા મળી હતી. જો કે આનાથી આગળ કોઈ માહિતી મળી શકી નથી. રાષ્ટ્રપતિ પુતિનનું જીવન પણ ઘણા રહસ્યોથી ભરેલું છે કે અલીના કાબેવા વિશે વધુ માહિતી નથી. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે સ્વિટ્ઝર્લેન્ડમાં પર્વતીય એકાંતમાં તેના બાળકો સાથે યુદ્ધ જોઇ રહી છે. તેમને દેશમાંથી બહાર કાઢવા માટે અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી. જર્મન, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "રશિયા, બેલારુસ અને યુક્રેનના નાગરિકો ભારે પીડામાંથી પસાર થઈ રહ્યા છે, તેથી તેમને દેશમાંથી હાંકી કાઢવા જોઈએ." પરંતુ, આ મહિને અચાનક તે મોસ્કોમાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે તે જાણી જોઈને કાર્યક્રમમાં પહોંચી હતી, જેથી તેના વિશે ચાલી રહેલી અફવાઓનો અંત આવે.

રશિયાની પ્રસિદ્ધ ખેલાડી છે અલીના

અલીના એક મહાન એથ્લીટ રહી છે અને તેણે ઓલિમ્પિક ગેમ્સમાં બે વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તે જિમ્નાસ્ટમાં 14 વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચુકી છે અને 25 વખત યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી ચૂકી છે. તે જ સમયે, જ્યારે એલીનાએ રમતગમતમાંથી નિવૃત્તિ લીધી, ત્યારે તેણે રશિયન રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 'યુનાઇટેડ રશિયા' પાર્ટીની ટિકિટ પર સાંસદ બની. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષ 2008માં પહેલીવાર અલીના અને પુતિન વચ્ચેના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. તે જ સમયે, રાષ્ટ્રપતિ પુતિન સાથે નજીકના સંબંધો હોવાના સમાચાર પહેલા વર્ષ 2004માં ડેવિડ મુસેલિયાની સાથે પણ અલીનાનું નામ જોડાયું હતું.

પત્નીથી છૂટાછેડા લઇ ચુક્યા છે રશિયન રાષ્ટ્રપતિ

પુતિને એર હોસ્ટેસ લ્યુડમિલા પુતિના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, 30 વર્ષના લગ્નજીવન બાદ 2013માં બંનેના છૂટાછેડા થઈ ગયા. પુતિને પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો અને વર્ષોથી ચાલી રહેલી તેની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. છૂટાછેડા પહેલા, તે પ્રોટોકોલ દ્વારા જરૂરી હોય ત્યારે જ પુતિન સાથે ઘણી વખત જોવામાં આવી હતી, પરંતુ તે ક્યારેય તેમાં આરામદાયક લાગતી ન હતી. છૂટાછેડા વિશે લ્યુડમિલાએ કહ્યું, 'એ હકીકત છે કે અમારા લગ્ન તૂટી ગયા કારણ કે અમે ભાગ્યે જ એકબીજાને જોતા હતા.' તેણે કહ્યું, 'વ્લાદિમીર તેના કામમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે. અમારા બાળકો બધા મોટા થઈ ગયા છે, તેઓ બધા પોતપોતાનું જીવન જીવે છે...અને મને ખરેખર પબ્લિસીટી પસંદ નથી.'(ફોટો સૌજન્ય પુતિનની ભૂતપૂર્વ પત્ની - વિકિપીડિયા)

પુતિનની ગર્લફ્રેન્ડ પર ટૂંક સમયમાં પ્રતિબંધ

યુરોપિયન યુનિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ગર્લફ્રેન્ડ અલીના કાબેવા પર પ્રતિબંધો લાદવા જઈ રહ્યું છે. યુરોપિયન યુનિયનએ પુતિનની કથિત ગર્લફ્રેન્ડ અને રશિયન ઓર્થોડોક્સ ચર્ચના વડા, પેટ્રિઆર્ક કિરીલને તેના પ્રતિબંધોની સૂચિમાં સામેલ કર્યા છે. રશિયા પર દબાણ લાવવાની વ્યૂહરચનાના ભાગરૂપે પશ્ચિમી દેશોએ પહેલાથી જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીકના લોકો પર પ્રતિબંધો લગાવી દીધા છે.

MORE UKRAINE NEWS  

Read more about:
English summary
Vladimir Putin will be the father again, Alina became pregnant during the war
Story first published: Monday, May 9, 2022, 14:57 [IST]