દેશના આ 2 રાજ્યોમાં સરકારી કર્મચારીઓનુ DA વધ્યુ, હવે વધીને આવશે સેલેરી

|

નવી દિલ્લીઃ ઈદ પહેલા આ 2 ભારતીય રાજ્યોની સરકારોએ પોતાના કર્મચારીઓને ખુશખબરી આપી છે. વાસ્વતમાં, છત્તીસગઢ અને ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ(ડીએ)વધારી દીધુ છે. આનાથી હવે આ સરકારી કર્મચારીઓનો પગાર વધીને આવશે. તમને જણાવી દઈએ કે ડીએમાં છત્તીસગઢમાં 5 ટકા અને ગુજરાતમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત સ્થાપના દિવસે રાજ્ય સરકારે પોતાના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. સાતમાં પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને લાભ મળશે. 1 જુલાઈ, 2021થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે. જેનો પ્રથમ હપ્તો મે, 2022 અને બીજો હપ્તો જૂન 2022ના પગાર સાથે અપાશે.

મળતી માહિતી મુજબ ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો 1 જુલાઈ, 2021ની અસરથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેવુ નક્કી કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 જુલાઈ, 2021ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ 3 ટકાના વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય તે બે સપ્તાહમાં આપવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રુપિયા 1217.44 કરોડનુ નાણાકીય ભારણ થશે.

MORE GOVERNMENT EMPLOYEES NEWS  

Read more about:
English summary
Good news: DA of government employees increased in these Indian states, know here.