પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને રાજકીય પાર્ટી બનાવવાના આપ્યા સંકેત, જનતાને મળીને સમજશે તેમના મુદ્દાઓ

|

નવી દિલ્લીઃ હાલમાં જ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદથી પાર્ટીમાં ફેરબદલની વાત થઈ રહી હતી. આ દરમિયાન સમાચાર આવ્યા કે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં શામેલ થઈ શકે છે. પાર્ટી અને તેમની વચ્ચે ઘણા દોરની વાતચીત પણ થઈ પરંતુ સંમતિ થઈ શકી નહિ. ત્યારબાદ પીકેએ એલાન કર્યુ હતુ કે તે કોંગ્રેસમાં નહિ જાય. હવે તેમના એક ટ્વિટે રાજકીય ગલીઓમાં ખળભળાટ મચાવી દીધો છે.

પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને લખ્યુ કે લોકતંત્રમાં એક સાર્થક ભાગીદાર બનવા અને જન-સમર્થક નીતિને આકાર આપવામાં મદદ કરવાની મારી ઉતાર-ચડાવભરી યાત્રા રહી છે. હવે મુદ્દાઓ અને જન સુરાજના માર્ગેને સારી રીત સમજવા માટે રિયલ માસ્ટર એટલે કે જનતા પાસે જવાનો સમય આવી ગયો છે. તેમણે અંતમાં લખ્યુ કે આની શરુઆત બિહારથી થશે. ત્યારબાદથી રાજકીય ગલીઓમાં વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

શું બનાવશે નવી પાર્ટી?

એક રિપોર્ટ મુજબ પ્રશાંત કિશોર પટનામાં છે. સોમવારથી તે પોતાની બિહાર યાત્રા શરુ કરશે. જે હેઠળ તે આખા બિહારનો પ્રવાસ કરશે અને ત્યાંના રાજકીય મુદ્દાઓને સમજશે. ત્યારબાદથી સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પ્રશાંત કિશોર પોતાની રાજકીય પાર્ટી બનાવશે? આને લઈને રાજકીય વિશેષજ્ઞોનુ પણ મંતવ્ય અલગ-અલગ છે. એક એક્સપર્ટના જણાવ્યા મુજબ પીકે પાસે ઘણા બધા વિકલ્પ છે પરંતુ જોવાની વાત એ છે કે તે કયો પસંદ કરે છે. તેમનુ વલણ જોતા સ્પષ્ટ થઈ ગયુ છે કે તેમની યાત્રા માત્ર બિહાર સુધી સીમિત નથી, તે બીજા રાજ્યોમાં પણ આવા પગલાં લઈ શકે છે. વળી, એક અન્ય એક્સપર્ટના જણાવ્યા મુજબ એવુ પણ થઈ શકે છે કે જનતાના મુદ્દાઓને સમજીને પીકે કોઈ રાજકીય પાર્ટીનો પાલવ પકડી લે.

MORE PRASHANT KISHOR NEWS  

Read more about:
English summary
Prashant Kishor hints of forming political party by tweet
Story first published: Monday, May 2, 2022, 11:52 [IST]