ચંદીગઢ, 30 એપ્રીલ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા શનિવારના રોજ કૃષિ સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પંજાબ સરકારે ડાંગરની સીધી વાવણી કરનારા ખેડૂતોને પ્રતિ એકર 1500 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જો કોઈ ખેડૂત સીધા એક એકરમાં ડાંગરની વાવણી કરશે તો તેને રાજ્ય સરકાર તરફથી 1500 રૂપિયા મળશે. ખેડૂતો 20 મેથી ડાંગરની સીધી રોપણી કરી શકશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, જે રીતે ડાંગરની ખેતી કરવામાં આવી રહી છે, તેમાં ઘણું પાણી લાગે છે. રાજ્યમાં પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે.
आज आपकी सरकार ने धान की सीधी उपजाई करने वाले हर किसान को ₹1500/एकड़ सहायता देने का फैसला किया है
— Bhagwant Mann (@BhagwantMann) April 30, 2022
किसान साथियों से मेरी अपील- अपने दोस्तों, रिश्तेदारों को धान की सीधी उपजाई करने के लिए प्रेरित करें
इससे धान की उपज भी बढ़ेगी और हमें मिलकर पंजाब की धरती का पानी भी तो बचाना है pic.twitter.com/7IVPHCAUiO
આવી સ્થિતિમાં ડાંગરની સીધી વાવણી એ એક વિકલ્પ છે, જેમાં ઓછા પાણીનો ખર્ચ થશે. માને ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ તેમના મિત્રો, સંબંધીઓને ડાંગરની સીધી ખેતી કરવા માટે પ્રેરિત કરે કારણ કે આપણે સાથે મળીને પંજાબની માટીનું પાણી બચાવવાનું છે.