અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારના રોજ એક મસ્જિદમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તાલિબાનના પ્રવક્તાએ આ અંગે જાણકારી આપી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મુસ્લિમ પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારના રોજ સેંકડો લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા અને ખલીફા આગા ગુલ જાન મસ્જિદ ભરચક હતી. તેમણે જણાવ્યું હતું કે, જાનહાનિ હજૂ વધવાની આશંકા છે.
વિસ્ફોટથી હચમચી ગઈ આસપાસની ઈમારતો
અફઘાન ગૃહ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ નફી તકોરે આ અંગે વધુ વિગતો આપી ન હતી અને જણાવ્યું હતું કે, તાલિબાનના સુરક્ષા કર્મચારીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો. વિસ્ફોટનો સ્ત્રોત તાત્કાલિક જાણી શકાયો નથી અને હજૂ સુધી કોઈએ આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ એટલો ગંભીર હતો કે, મસ્જિદની આસપાસની ઇમારતો ધ્રૂજી ઊઠી હતી. વિસ્ફોટ બાદ એક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ તરફ જતી જોવા મળી હતી. આ મસ્જિદ અફઘાનિસ્તાનના બહુમતી સુન્ની મુસ્લિમોની છે.
ગયા અઠવાડિયે અન્ય મસ્જિદમાં પણ થયો હતો વિસ્ફોટ
અફઘાનિસ્તાનમાં તાજેતરના ઘણા વિસ્ફોટો થયા છે અને દેશના લઘુમતી શિયા મુસ્લિમોને નિશાન બનાવતી મસ્જિદો પર સમાન હુમલાઓ થયા છે. કાબુલની એક ઇમરજન્સી હોસ્પિટલ, જે યુદ્ધમાં ઘાયલ થયેલા લોકોની જ સારવાર કરે છે, તેમણે ટ્વિટ કર્યું હતું કે, તેમના સ્ટાફે અહેવાલ આપ્યો છે કે, વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા 20 ઘાયલ લોકોને દાખલ કરવામાં આવ્યા છે. ગત અઠવાડિયે, મઝાર એ શરીફ શહેરમાં એક મસ્જિદ અને ધાર્મિક શાળામાં બોમ્બ વિસ્ફોટમાં 33 શિયા લોકો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી ISએ સ્વીકારી હતી.
19 એપ્રીલ - કાબુલમાં શાળાઓ પાસે થયેલા બ્લાસ્ટમાં 6 લોકોના મોત
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના મોટાભાગના શિયા પડોશમાં મંગળવારના રોજ શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવતા વિસ્ફોટોમાં વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા અને 11 ઘાયલ થયા છે, પોલીસે આ અંગે માહિતી આપી હતી.
અફઘાનિસ્તાનના કટ્ટરપંથી તાલિબાન શાસકો તમામ છોકરીઓને શાળામાં જવા દેવાના વચન પર પાછા ફર્યા બાદ શાળા ફક્ત છઠ્ઠા ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણાવી રહી છે. કોઈએ તાત્કાલિક જવાબદારી સ્વીકારી નથી.
આ વિસ્તારને ભૂતકાળમાં અફઘાનિસ્તાનના જીવલેણ ઇસ્લામિક સ્ટેટ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો છે, જે શિયા મુસ્લિમોને વિધર્મીઓ તરીકે નિંદા કરે છે. આ હુમલાની જવાબદારીનો તાત્કાલિક કોઈ દાવો કરવામાં આવ્યો ન હતો, જે શિયાળાના ઠંડા મહિનાઓમાં અને ગયા વર્ષે વિદેશી દળોની પીછેહઠ બાદ હિંસામાં ઘટાડો થયો હતો.
તાલિબાનનું જણાવ્યું છે કે, ઓગસ્ટમાં સત્તા સંભાળ્યા બાદથી તેઓએ દેશને સુરક્ષિત કરી લીધો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય અધિકારીઓ અને વિશ્લેષકો કહે છે કે, આતંકવાદમાં પુનરોત્થાનનું જોખમ હજૂ પણ રહેલું છે અને ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથે ઘણા મોટા હુમલાઓનો દાવો કર્યો છે.