44 બિલિયન ડૉલર કેશમાં ડીલ
તમને જણાવી દઈએ કે એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડૉલર કેશમાં ખરીદવાનો પ્રસ્તાવ કંપનીને આપ્યો હતો. જેને કંપનીએ છેવટે સ્વીકારી લીધો અને હવે ટ્વિટર પર માલિકી હક એલન મસ્કનો થઈ ગયો. 16 વર્ષની આ કંપનીને ઈતિહાસની સૌથી મોટી ડીલ હેઠળ ખરીદવામાં આવ્યુ છે. છેલ્લા ઘણા દિવસોથી ફ્રી સ્પીચને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે એલન મસ્કને ટ્વિટર ખરીદવામાં છેવટે મોટી સફળતા મળી છે. કંપની દરેક શેરધારકોને એક શેરના બદલે 54.2 ડૉલર આપશે કે જે 1 એપ્રિલના કંપનીના શેરના વર્તમાન ભાવથી 38 ટકા વધુ છે. નોંધનીય વાત છે કે કંપનીમાં એલન મસ્ક એક મોટા શેરધારક હતા.
અત્યાર સુધીની સૌથી મોટી ડીલ
આ બિઝનેસના ઈતિહાસની સૌથી મોટી ડીલ છે જેને 44 બિલિયન ડૉલર રોકડમાં કરવામાં આવી છે. એટલે કે કંપનીને 100 ટકા કેશ પૈસાથી ખરીદવામાં આવી છે. આ ડીલને આ વર્ષના અંત સુધી પૂરી કરી લેવામાં આવશે. મસ્કે પહેલા જ કહ્યુ હતુ કે તેમણે 25.5 બિલિયન ડૉલરને પહેલા જ આના માટે સુરક્ષિત રાખી લીધા છે. બાકીના 21 બિલિયન ડૉલર તે ઈક્વિટી ફંડ દ્વારા એકઠા કરશે.
ખુલીને કંપની વિરુદ્ધ બોલી રહ્યા હતા મસ્ક
તમને જણાવી દઈએ કે એલન મસ્ક ટ્વિટર પર ઘણા સક્રિય રહે છે અને તેમના ટ્વિટર પરહ 83 મિલિયન ફૉલોઅર છે, કંપનીમાં એલન મસ્કના 9 ટકા શેર છે. માર્ચ મહિનામાં મસ્કે ટ્વિટરની ટીકા શરુ કરી અને કંપની પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા. કંપનીના અલ્ગોરિધમ અને ભેદભાવપૂર્ણ ફીડ્સની ટીકા કરી. તેમણે 14 એપ્રિલે કંપનીની બોર્ડ મીટિંગમાં ભાગ લેવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યુ હતુ કે તે કંપનીની સંપૂર્ણપણે અભિવ્યક્તિની આઝાદીનુ મંચ બનાવશે, એ વખતે જ તેમણે કંપનીને ખરીદવાના સંકેત આપી દીધા હતા.