આગળ કઈ રીતે વધશે ઓમિક્રૉન?
યુટા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ડી સ્ટીફન ગોસ્ડસ્ટીને 'સેલૂન'ને જણાવ્યુ કે, 'દક્ષિણ આફ્રિકા અને યુરોપના આંકડાઓના આધારે આપણે આગલા ઘણા સપ્તાહોમાં અમેરિકામાં કેસોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારાની આશા કરી શકીએ છીએ.' તેમણે કહ્યુ કે, 'એ સંભાવના છે કે ઓમિક્રૉન વેરઅંટની પીક આવતા 2 મહિનામાં આવે.' વળી, કેલિફૉર્નિયા વિશ્વવિદ્યાલય-સેન ફ્રાન્સિસકોમાં સંક્રમક રોગ ચિકિત્સક અને મેડિસિનના પ્રોફેસર ડૉ. મેનકા ગાંધીએ કહ્યુ કે, 'ઓમિક્રૉન ઘણો સંક્રમક છે અને સંક્રમણની એક નવી લહેર પેદા કરશે.'
90 ટકા ઓમિક્રૉનના કેસ
ડૉ. મેનકા ગાંધીનો દાવો હાલમાં અમેરિકાની દ્રષ્ટિએ એકદમ સાચો લાગી રહ્યો છે કારણકે અમેરિકાના ન્યૂયૉર્ક, દક્ષિણપૂર્વ, ઔદ્યોગિક મિડવેસ્ટ અને પેસિફિક નૉર્થવેસ્ટમાં અનુમાનિત 90 ટકા કે તેનાથી વધુ સંક્રમણ માટે ઓમિક્ર઼ન વેરઅંટ જવાબદાર છે. વળી, રાષ્ટ્રીય દરથી જાણવા મળે છે કે ગયા સપ્તાહે અમેરિકામાં 650,000થી વધુ ઓમિક્રૉન સંક્રમણના કેસ સામે આવ્યા છે. વળી, અમેરિકાની સીડીસીના નિર્દેશક ડૉ. વાલેંસ્કીએ કહ્યુ કે, 'નવા આંકડા બીજા દેશોમાં જોવા મળેલી વૃદ્ધિને દર્શાવે છે.' તેમણે કહ્યુ કે, 'આ સંખ્યા નિરાશાજનક છે પરંતુ આશ્વર્યજનક નથી.'
ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિકોનુ વિશ્લેષણ
ન્યૂઝીલેન્ડમાં આરોગ્ય અધિકારીઓએ કહ્યુ કે તેમને એવા પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે ઓમિક્રૉન સૌથી વધુ ફેલાતો કોવિડ-19 વેરઇંટ છે પરંતુ ન્યૂઝીલેન્ડના આરોગ્ય અધિકારીઓ હજુ પણ સ્પષ્ટ નથી કે આ વેરિઅંટ કેટલો ગંભીર છે. ન્યૂઝીલેન્ડે ઓમિક્રૉનના વધતા કેસો વચ્ચે જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી તબક્કાવાર રીતે દેશની સીમાને ફરીથી ખોલવા પર જોર આપ્યુ છે.
સિંગાપુર અને દક્ષિણ આફ્રિકાની સ્થિતિ
સિંગાપુરમાં આરોગ્ય વિશેષજ્ઞોએ જોયુ છે કે સંપૂર્ણપણે રસી લગાવ્યા બાદ પણ ત્રણ લોકો કોરોના વાયરસ પૉઝિટીવ થયા છે અને તપાસમાં જાણવા મળ્યુ છે કે ત્રણ લોકોમાંથી 2માં ઓમિક્રૉન વેરિઅંટ મળ્યો છે. એવામાં સિંગાપુરમાં પણ સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે વેક્સીન લઈ ચૂકેલ લોકો પણ ઓમિક્રૉન વેરિઅંટથી સુરક્ષિત નથી. સિંગાપુરના આરોગ્ય વિશેષજ્ઞોએ કહ્યુ કે ઓમિક્રૉન વેરિઅંટથી બચવા માટે કોરોના વાયરસ વેક્સીન પૂરતી નથી અને લોકોએ વધુ સાવચેતી રાખવી પડશે. વળી, દક્ષિણ આફ્રિકામાં જ્યાં પહેલી વાર 24 નવેમ્બરે ઓમિક્રૉન વેરિઅંટની ઓળખ કરવામાં આવી હતી ત્યાં ઓમિક્રૉનના હજારો દર્દી રોજ મળી રહ્યા છે અને સૌથી ખતરનાક વાત એ છે કે દક્ષિણ આફ્રિકામાં વેક્સીન નહિ લગાવનાર 10 દર્દીઓમાંથી 9 દર્દીઓને આઈસીયુમાં ભરતી થવુ પડી રહ્યુ છે અને ધીમી ધીમે જાણવા મળી રહ્યુ છે કે ઓમિક્રૉન વેરિઅંટ જે લોકોએ વેક્સીન નથી લીધી તેમના માટે વધુ ખતરનાક છે.
શું સહુ કોઈને થશે ઓમિક્રૉન?
જૉન્સ હૉપકિન્સ સેન્ટર ફૉર હેલ્થ સિક્યોરિટીના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. અમેશ અદલજાએ કહ્યુ, 'આપણે બધા આજે નહિ તો કાલે, ઓમિક્રૉન વાયરસથી સંક્રમિત થવાના છે અને આપણી સહુની મુલાકાત આ વેરિઅંટથી થવાની છે.' તેમણે કહ્યુ કે, 'જો આપણે સામાજિક જીવન જીવતા હોઈએ અને ઘરની બહાર નીકળીએ તો આપણી મુલાકાત ઓમિક્રૉન વેરિઅંટથી થવાની જ છે. એવામાં સવાલ એ છે કે તમે કયા પ્રકારનુ જીવન જીવી રહ્યા છો અને તમે જ્યારે ઓમિક્રૉનનો સામનો કરશો ત્યારે તમે ખુદને કેટલા સુરક્ષિત રાખો છો અને અત્યાર સુધી આપણી પાસે જે રીત છે, ખુદને સુરક્ષિત રાખવાની સૌથી સારી રીત છે, વહેલામાં વહેલી તકે વેક્સીનેશન. રસી લગાવીને તમે ઓમિક્રૉન વેરિઅંટથી ખુદને બચાવી શકો છો.'
બાઈડેને કહ્યુ, 'મોતની ઠંડી'
અમેરિકાના ઘણા મોટા આરોગ્ય વિશેષજ્ઞોએ લોકોને વહેલી તકે કોરોના વાયરસ વેક્સીન લેવા માટે આગ્રહ કર્યો છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને વેક્સીન નહિ લેનાર લોકોને ચેતવણી આપીને કહ્યુ કે, 'તમારા માટે આવનારી ઠંડી વધુ સીરિયસ સંક્રમણ લઈને આવશે અથવા મોતની ઠંડી સાબિત થવાની છે.' અમેરિકી રાષ્ટ્રપતિએ દેશના આરોગ્ય વિશેષજ્ઞોનો હવાલો આપીને કહ્યુ કે નવા વર્ષમાં કોરોના વાયરસ ઘણો ઝડપથી અમેરિકામાં વધશે અને ઓમિક્રૉનના કેસ નવા-નવા રેકૉર્ડ બનાવી શકે છે. ખાસ કરીને ક્રિસમસની રજાઓ ખતમ થયા બાદ સ્થિતિ વિકટ થઈ શકે છે.