પ્યૂર્ટો રિકો(પુર્તો રિકો): અમેરિકાના પ્યૂર્ટો રિકોમાં યોજાનાર મિસ વર્લ્ડ 2021નો ફિનાલે અસ્થાયી રીતે સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. આ ફિનાલે 16 ડિસેમ્બરે પ્યૂર્ટો રિકોમાં યોજાવાનો હતો. રિપોર્ટ મુજબ આવુ કોરોના મહામારીના કારણે થયુ છે. જણાવામાં આવી રહ્યુ છે કે મિસ વર્લ્ડ 2021ની સ્પર્ધા સાથે-સાથે આયોજન-સંચાલકો સહિત 17 લોકો કોવિડ-19થી સંક્રમિત મળ્યા છે. આના કારણે ફિનાલેને સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે મિસ ઈન્ડિયા 2020 માનસા, વારાણસી ભારતથી આપણુ પ્રતિનિધિત્વ કરી રહી છે. તે પણ એ સ્પર્ધકોમાંની એક છે જે પ્યૂર્ટો રિકો પહોંચી હતી.
આયોજકોએ જણાવ્યુ કે આગલા 90 દિવસની અંદર એ જ સ્થળે મિસ વર્લ્ડ પ્રતિસ્પર્ધાને આયોજિત કરવામાં આવશે. સ્પર્ધકો અને સંબંધિત કર્મચારીઓને આઈસોલેશન અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી રહ્યા છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓ દ્વારા મંજૂરી મળતા તેમને ઘરે પાછા જવાની મંજૂરી આપવામાં આવશે.
પ્યૂર્ટો રિકોના આરોગ્ય અધિકારીઓએ આ સમાચારની પુષ્ટિ કરી હતી કે મિસ વર્લ્ડ 2021 પેજન્ટમાં શામેલ 17 લોકોનો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ જોવા મળ્યો છે. વળી, પ્યુર્ટો રિકોના એક દૈનિક વર્તમાનપત્ર અનુસાર મિસ વર્લ્ડ ઑર્ગેનાઈઝેશને સંક્રમિત સાત લોકોને આઈસોલેટ કરી દીધા હતા.
પ્યૂર્ટો રિકોના આરોગ્ય વિભાગના પ્રવકતાએ જણાવ્યુ હતુ કે 17 કેસ પૉઝિટિવ છે. કાલે સાતની વાત થઈ હતી પરંતુ આ સંખ્યા વધી ગઈ છે. આની આગળ વાત કરતા કહ્યુ હતુ કે કોરોના પૉઝિટીવ લોકોમાં સ્પર્ધાના ઉમેદવારો સાથે-સાથે ટેકનિકલ કર્મીઓ પણ શામેલ છે.