સેંટો ડોમિંગઃ ડોમિનિક રિપબ્લિકમાં મોટો વિમાન અકસ્માત સામે આવ્યો છે. અહીં બુધવારે પ્રાઈવેટ વિમાનની ઈમરજન્સી લેંડિંગ કરાવવામાં આવી. ઈમરજન્સી લેંડિંગ દરમિયાન વિમાન ક્રેશ થઈ ગયુ જેમાં 9 લોકોના માર્યા ગયાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર વિમાને લૉસ અમેરિકાસ એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિંગ કર્યુ હતુ પરંતુ લેંડિંગ દરમિયાન વિમાન ક્રેશ થઈ ગયુ. વિમાનના 7 યાત્રી, બે ક્રૂ મેમ્બર સવાર હતા જેમના મોત થઈ ગયા. જો કે હજુ સુધી એ માહિતી સામે આવી શકી નથી કે મૃતકો કયા દેશના નાગરિકો છે.
વિમાનના ઑપરેટર હેલિડોસા એવિએશન ગ્રુપે માહિતી આપી છે કે લાસ અમેરિકા એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિંગ દરમિયાન આ દૂર્ઘટના બની હતી. દૂર્ઘટનામાં માર્યા ગયેલા 9 લોકોમાં સાત પેસેન્જર્સ અને ક્રૂના બે સભ્યો છે. એવિએશન ગ્રુપે ટ્વિટર પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં આની માહિતી આપી છે.
તેમણે જણાવ્યુ કે પ્લેનમાં 6 વિદેશી નાગરિક સવાર હતી. આ ઉપરાંત એક ડોમિનિકનો જ વ્યક્તિ હતો. જો કે એ માહિતી આપવામાં આવી નથી કે મરનાર વિદેશી કયા દેશના નાગરિક હતા. ફ્લાઈટ રાડાર 24 મુજબ આ પ્લેન ડોમિનિકન ગણરાજ્યમાં લા ઈસાબેલા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લોરિડા જઈ રહી હતી. આ દરમિયાન લેંડિંગ થયુ. જણાવવામાં આવી રહ્યુ છે કે ટેક ઑફની બરાબર 15 મિનિટ બાદ જ આ વિમાન દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ.