મેક્સિકો : મેક્સિકોમાં ગઈકાલે રાત્રે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 49 લોકોના મોત થયા છે. આ ઘટના ચિઆપાસ રાજ્યની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યાં બે ટ્રક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે આખા વિસ્તારમાં હોબાળો મચી ગયો. આ અકસ્માતમાં 49 લોકોના મોત થયા છે જ્યારે 58 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
રેસ્ક્યુ ટીમ પાસેથી મળેલી માહિતી અનુસાર અકસ્માતમાં સામેલ એક ટ્રકમાં મધ્ય અમેરિકાના 100થી વધુ માઈગ્રન્ટ્સ હતા. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં 58 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાના પણ અહેવાલ છે.
તમામ ઇજાગ્રસ્તોને શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપતા બચાવ ટીમે આ ઘટનામાં 49 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે, ચિયાપાસના ગવર્નર રિટિલિયો એસ્કન્ડને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમજ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને અકસ્માત માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.
રેસ્ક્યુ ટીમ પાસેથી મળેલી માહિતી મુજબ, હજુ સુધી મૃતકોમાંથી ઘણાની ઓળખ થઈ શકી નથી. ઓળખ અને પોસ્ટમોર્ટમ બાદ તમામ મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવશે.