અમેરિકાએ વ્યક્ત કર્યો શોક
સીડીએસ બિપિન રાવતના મૃત્યુની અધિકૃત માહિતી સામે આવ્યા બાદ અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકને ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. એંટની બ્લિંકને પોતાના ટ્વિટમાં કહ્યુ કે, 'આજની દુઃખદ ઘટનામાં માર્યા ગયેલા ભારતીય ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમના પત્ની અને સહયોગીઓના મૃત્યુ પર મારી ઉંડી સંવેદના. અમે જનરલ રાવતને એક અસાધારણ નેતા તરીકે યાદ કરીશુ જેમણે પોતાના દેશની સેવા કરી અને અમેરિકા-ભારત રક્ષા સંબંધોમાં યોગદાન આપ્યુ.' વળી, એક નિવેદનમાં ભારતમાં અમેરિકી દૂતે જનરલ રાવતને 'સંયુક્ત રાજ્યના મજબૂત દોસ્ત અને ભાગીદાર' કહ્યા અને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. અમેરિકી દૂતે કહ્યુ, 'અમેરિકી દૂતાવાસ રાવત પરિવાર અને તમિલનાડુમાં દુઃખદ હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે પોતાની ઉંડી સંવેદના વ્યક્ત કરે છે. ભારતના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે જનરલ રાવતે ભારતીય સેનામાં પરિવર્તનના એક ઐતિહાસિક સમયનુ નેતૃત્વ કર્યુ. તે અમેરિકી સેના સાથે ભારતના રક્ષા સહયોગના એક મોટા વિસ્તારની દેખરેખ કરનાર સંયુક્ત રાજ્ય અમેરિકાના એક મજબૂત દોસ્ત અને ભાગીદાર હતા.'
|
રશિયાએ વ્યક્ત કરી સંવેદના
ભારતમાં રશિયાના દૂત નિકોલે કુદાશેવે કહ્યુ કે તે સંકટના આ સમયમામં ભારતના દુઃખ સાથે દુઃખી છે. રશિયાના દૂત કુદાશેવે ટ્વીટ કરીને કહ્યુ કે, 'આજે હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને 11 અન્ય અધિકારીઓના આકસ્મિક નિધન માટે ખૂબ દુઃખ થયુ. ભારતે પોતાના મહાન દેશભક્ત અને સમર્પિત નાયકને ગુમાવી દીધા છે.' રશિયાના દૂતે ટ્વિટમાં કહ્યુ, 'રશિયાએ એક ખૂબ નજીકના દોસ્તને ગુમાવી દીધો છે જેણે અમારી દ્વિપક્ષીય વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા નિભાવી છે. અમે શોકની આ ઘડીમાં ભારત સાથે છીએ. અલવિદા દોસ્ત! અલવિદા, કમાંડર!'
બ્રિટન-જાપાને વ્યક્ત કર્યો શોક
બ્રિટિશ હાઈ કમિશ્નર એલેક્સ ડબ્લ્યુ એલિસે કહ્યુ કે, 'રાવત એક બુદ્ધિમાન વ્યક્તિ, એક બહાદૂર સૈનિક અને એક પાયોનિયર હતા. અમે તેમના અને તેમની પત્નીના મોત અને આ ભયાનક દૂર્ઘટનામાં માર્યા ગયેલા બધા લોકો પર શોક વ્યક્ત કરીએ છીએ.' વળી, જાપાની દૂત સતોશી સુઝુકીએ કહ્યુ કે તેમને આ સમાચારથી ઉંડુ દુઃખ થયુ છે. સુઝુકીએ ટ્વિટમાં કહ્યુ કે, 'તમિલનાડુના સુલૂરમાં એક દૂર્ભાગ્યપૂર્ણ દૂર્ઘટનામાં જનરલ બિપિન રાવત, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, તેમના પત્ની અને 11 સશસ્ત્ર બળોના જવાનોના દુઃખદ નિધનથી ખૂબ દુઃખ થયુ. હું દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના શોકમગ્ન પરિવારના સભ્યો પ્રત્યે પોતાની ઉંડી સંવેદના વ્યક્ત કરુ છુ.'
|
દુઃખની ઘડીમાં ઈઝરાયેલનો સાથ
જનરલ રાવતના મોતના સમાચાર બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેફ્તાલી બેનેટ, પૂર્વ પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુ, ઘણા દેશોમાં સ્થિત ઈઝરાયેલી દૂતાવાસે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે અને જનરલ રાવતને મહાન નેતા ગણાવ્યા છે. ઈઝરાયેલાના પૂર્વ પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'મને એ ઘાતક હેલિકૉપ્ટર દૂર્ઘટના વિશે જાણીના ખૂબ દુઃખ થયુ જેમાં ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને તમિલનાડુમાં 11 અન્ય જવાનોના મોત થઈ ગયા. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પીડિતોના પરિવાર સાથે છે. તેમની આત્માને શાંતિ મળે.'
|
પાકિસ્તાનની સેનાનુ રિએક્શન
જનરલ રાવતના મોત બાદ પાકિસ્તાની સેનાએ પણ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપી છે. પાકિસ્તાની સેનાએ પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે, 'જનરલ નદીમ રઝા, જનરલ કમર જાવેદ બાજવા અને સીઓએએસ(ચીફ ઞફ ધ આર્મી સ્ટાફ) ભારતમાં હેલિકૉપ્ટર દૂર્ઘટના દરમિયાન માર્યા ગયેલા સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય લોકોના દૂર્ભાગ્યપૂર્ણ મોત પર સંવેદના વ્યક્ત કરે છે.' માત્ર પાકિસ્તાની સેના જ નહિ પરંતુ પાકિસ્તાનના ઘણા પત્રકારો અને ઘણા પાકિસ્તાનીઓએ પણ જનરલ બિપિન રાવત અને અન્ય જવાનોના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
ઘણા મોટા ઑપરેશનોને આપ્યો હતો અંજામ
તમને જણાવી દઈએ કે છેલ્લા 40 વર્ષોથી વધુ સમયથી જનરલ બિપિન રાવત દેશની સેવા કરી રહ્યા હતા અને છેલ્લા ચાર દશક દરમિયાન તેમણે ઘણા મોટા ઑપરેશન્સને અંજામ આપ્યા હતા. ખાસ કરીને જનરલ રાવતે પૂર્વોત્તરમાં આતંકવાદનો ખાત્મો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વર્ષ 2015માં જ્યારે મણિપુરમાં આતંકીઓએ હુમલો કર્યો હતો અને ભારતના 18 જવાન શહીદ થઈ ગયા હતા ત્યારબાદ જનરલ રાવતના નેતૃત્વમાં જ 21 પેરા કમાંડોએ સીમા પાક મ્યાનમારમાં જઈને આતંકી સંગઠન એનએસસીએન-કેના ઘણા આતંકીઓના ઠાર માર્યા હતા. એ વખતે 21 પારે કૉર્પ્સને જ આધીન હતુ અને તેના કમાંડર બિપિન રાવત જ હતા. આ ઉપરાંત 29 સપ્ટેમ્બર, 2016ના રોજ જનરલ રાવતના નેતૃત્વમાં જ ભારતીય સૈનિકોએ પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યા હતો.