કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ નજીક આવતા સ્પેસ સ્ટેશનની ભ્રમણકક્ષામાં થશે ફેરફાર

|

અવકાશયાત્રીઓએ સ્પેસવોક પૂર્ણ કર્યું અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ની બહાર તૂટેલા એન્ટેનાને બદલ્યાના કલાકો પછી, ફ્લાઇટ નિયંત્રકોએ તેમને જાણ કરી છે કે, અવકાશના કાટમાળના જોખમને કારણે ફ્લાઇંગ લેબોરેટરીને શુક્રવારના રોજ થોડી નીચી ભ્રમણકક્ષામાં જવાની જરૂર પડશે.

નાસા IST સાંજે 4:00 કલાકે સ્ટેશનની નજીક ઉડવાની શક્યતા ભ્રમણકક્ષાના કાટમાળનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને મિશન કંટ્રોલ કાટમાળ ટાળવા સ્ટ્રેજી બનાવી શકે છે. આ દાવપેચ ઘટનાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં કરવાની રહેશે. નાસાએ સ્પષ્ટ કર્યું કે, બોર્ડમાં રહેલા અવકાશયાત્રીઓ તાત્કાલિક કોઈ જોખમમાં નથી.

કાટમાળ ગ્રહની આસપાસ શૂન્યાવકાશમાં તરતો હતો

EST એજન્સીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "મિશન કંટ્રોલ સંભવિત કાટમાળ ટાળવાના સ્ટ્રેજીની તૈયારી માટે નાસાના આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કામ કરી રહ્યું છે.

સૌથી નજીકનો પાસ EST શુક્રવારના રોજ સવારે 5:30 કલાકે અપેક્ષિત છે, અને જો જરૂરી હોય તો સ્ટ્રેજી લગભગ 3 કલાકે શરૂ થશે.

19 મે, 1994ના રોજ લોંચ કરવામાં આવેલા પેગાસસ રોકેટના બ્રેકઅપ દરમિયાન 39915 ડબ કરાયેલો કાટમાળ બનાવવામાં આવ્યો હતો. આ બ્રેકઅપ 3 જૂન, 1996ના રોજ થયું હતું અને ત્યારથી કાટમાળ ગ્રહની આસપાસ શૂન્યાવકાશમાં તરતો હતો.

અવકાશયાત્રીઓએ કર્યું સફળ સ્પેસવોક

અવકાશયાત્રીઓ ટોમ માર્શબર્ન અને કાયલા બેરોને કાટમાળને કારણે તૂટેલું એન્ટેનાને બદલ્યું હતું. બેરોને સ્પેસવોક દરમિયાન દૂર કરવામાં આવેલા નિષ્ફળ એન્ટેના પર ઓછામાં ઓછા 11 નાના ભંગાર અથડાવવાની જાણ કરવામાં આવી હતી, જેમાં કેટલાક છિદ્રો જૂના જેવા જણાતા હતા.

20 વર્ષથી વધુ સમયથી ત્યાં રહેલું ઉપકરણ સપ્ટેમ્બરમાં ખરાબ થઈ ગયું હતું. 61 વર્ષીય માર્શબર્ન સ્પેસવોક કરવા માટે સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા હતા. તેઓ તેમની કારકિર્દીનું ચોથું સ્પેસ વોક હતું. આ સાથે 34 વર્ષીય બેરોન સ્પેસ રૂકીએ પોતાનું પ્રથમ સાહસ કર્યું.

બંને અવકાશયાત્રીઓ મંગળવારના રોજ કામ પૂર્ણ કરવાના હતા, પરંતુ સંભવિત જોખમી સ્પેસ જંકને કારણે નાસાએ સ્પેસવોકમાં વિલંબ કર્યો હતો. નાસાએ પછીથી નક્કી કર્યું કે, ઉપગ્રહના ભંગારમાંથી પંચર થયેલા સૂટનું જોખમ થોડું વધી ગયું હોવા છતાં અવકાશયાત્રીઓ બહાર જવા માટે સલામત હતા.

ભંગારને કારણે વધતી જતી ચિંતા

ગત મહિને રશિયાએ મિસાઇલ પરીક્ષણમાં એક જૂના ઉપગ્રહને નષ્ટ કર્યો હતો, અવકાશમાં તેના ટુકડાઓ ફેલાયા હતા. નાસા એ નથી જણાવી રહ્યું કે, શું તે આ ઉપગ્રહના જંકના ટૂકડાઓ હતા, જેણે સ્પેસવોકમાં વિલંબ કર્યો હતો.

આ અઠવાડિયે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ હેઠળ પ્રથમ નેશનલ સ્પેસ કાઉન્સિલની મીટિંગ દરમિયાન યુએસ સરકારના ટોચના અધિકારીઓ ગત મહિને રશિયાના વ્યાપક કાટમાળ-વિખેરવાની નિંદા કરવામાં તેમની સાથે જોડાયા હતા.

વિખેરાઈ ગયેલા ઉપગ્રહના 1,700 થી વધુ મોટા કદના ટુકડાઓ ટ્રેક કરવામાં આવી રહ્યા છે, જો સેંકડો નહીં તો હજારો ટૂકડાઓ હશે, જે ઘણા નાના છે.

MORE SCIENCE NEWS NEWS  

Read more about:
English summary
The space station will make a change in orbit today as the satellite debris approaches.
Story first published: Friday, December 3, 2021, 16:48 [IST]