નવી દિલ્હી : કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે MSPને લઈને મોટું નિવેદન આપ્યું છે. તોમરે કહ્યું છે કે કાયદો પરત આવ્યા બાદ હવે ખેડૂતોએ આંદોલન ખતમ કરીને ઘરે પરત ફરવું જોઈએ. તેમણે કહ્યું કે, MSPને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે PMએ એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે, જેમાં આંદોલનકારી ખેડૂતોને પણ સામેલ કરવામાં આવશે. ખેડુત સંગઠનોની ખેડૂતોને પરાળ સળગાવવાના ગુનાહિત કેસમાંથી મુક્ત કરવાની માંગ પણ સ્વીકારવામાં આવી છે. તોમરે કહ્યું કે જ્યાં સુધી આંદોલન દરમિયાનના કેસની વાત છે, તે રાજ્ય સરકાર હેઠળ છે અને રાજ્ય સરકાર કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને નિર્ણય લેશે.
કૃષિ મંત્રીએ કહ્યું કે, ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચાયા બાદ હવે આંદોલનનો કોઈ અર્થ નથી. મોટા દિલનો પરિચય આપતા પીએમ મોદીની અપીલ માનો અને ખેડૂતો ઘરે પાછા ફરો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક વૈવિધ્યકરણ, ઝીરો-બજેટ ફાર્મિંગ અને MSP સિસ્ટમને વધુ પારદર્શક અને અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિચારણા કરવા માટે એક સમિતિની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે. આ કમિટીના ગઠન સાથે MSP અંગે ખેડૂતોની માંગ પૂરી થશે.
#WATCH | After the announcement of the repeal of the three farm laws, there is no point in continuing farmers' agitation. I urge farmers to end their agitation and go home: Union Agriculture Minister Narendra Singh Tomar pic.twitter.com/2noFm5MZsF
— ANI (@ANI) November 27, 2021
કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોના સંગઠનોએ ખેડૂતો દ્વારા પરાળી સળગાવવાને ગુનામુક્ત બનાવવાની માંગણી કરી હતી. કેન્દ્ર સરકારે પણ આ માંગણી સ્વીકારી લીધી છે. ખેડૂતોના આંદોલનને ચાલુ રાખવાના નિર્ણય પર કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ત્રણ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત પછી ખેડૂતોનું આંદોલન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. હું ખેડૂતોને તેમના આંદોલનને સમાપ્ત કરવા અને ઘરે જવા વિનંતી કરું છું.