નૂઆંનો કાયમખાની મુસ્લિમ પરિવાર
નૂઆં ગામના આ કાયમખાની મુસ્લિમ પરિવારે માત્ર એડમિનિસ્ટ્રેટિવ સેવા જ નહીં બલકે ઈન્ડિયન આર્મીને પણ શ્રેષ્ઠ ઑફિસર આપ્યા છે. કલેક્ટર, આઈજી સહિત અહીંથી બ્રિગેડિયર કર્નલ પણ મળ્યા છે. આ એકલા પરિવારમાં દીકરા, દીકરી, ભાણેજ અને જમાઈ સહિત કુલ 12 ઑફિસર છે.
સૌથી પહેલી સરકારી શાળા નૂઆં ગામમાં ખુલી
જિલ્લા શિક્ષણ અધિકારી પદથી રિટાયર થયેલ નઈમ અહમદ ખાને વન ઈન્ડિયા સાથે વાતચીતમાં નૂઆંના ઑફિસર વાળા પરિવારની સફળતાની આખી કહાની જણાવી. નઈમ અહમદ ખાન કહે છે કે આજુ-બાજુના ગામમાં સૌથી પહેલાં હાયર સેકન્ડરી સ્કૂલ અમારા ગામમાં જ ખુલી હતી. લિયાકત ખાન તેના પહેલા સત્રના વિદ્યાર્થી હતા, જેઓ પહેલાં આરપીએસ અને પછી આઈપીએસ બન્યા.
એક પરિવારના 12 ઑફિસર
1. લિયાકત ખાન, આઈપીએસ
1972માં આરપીએસ તરીકે લિયાકત ખાનની પસંદગી થઈ. પ્રમોશન મેળવી આઈપીએસ બન્યા અને આઈજીના પદેથી રિટાયર થયા. આ દરમિયાન તેઓ બોર્ડના ચેરમેન પણ રહ્યા. વર્ષ 2020માં તેમનું નિધન થયું.
2. અશફાક હુસૈન, આઈએએસ
1983માં પૂર્વ આઈપીએસ લિયાકત ખાનના નાના ભાઈ અશફાક હુસૈનની પસંદગી આરએએસ તરીકે થઈ. 2016માં તેમને આઈએએસ તરીકે પ્રમોશન મળ્યું. તેઓ શિક્ષણ વિભાગમાં વિશેષ શાસન સચિવ, દૌસા જિલ્લાના કલેક્ટર અને દરગાહ નાઝિમ પણ રહ્યા. 2018માં તેઓ રિટાયર થયા.
3. ઝાકિર ખાન, આઈએએસ
ઝાકિર ખાનના પણ મોટા ભાઈ લિયાકત ખાન અને અશફાક હુસૈનના રસ્તે ચાલ્યા અને 2018માં સીધા આઈએએસ બન્યા. વર્તમાનમાં તેઓ જિલ્લા શ્રીગંગાનગરમાં કલેક્ટર છે.
4. શાહીન ખાન, આરએએસ
લિયાકત ખાનના દીકરા શાહીન ખાન સિનિયર આરએએસ અધિકારી છે. વર્તમાનમાં સીએમઓમાં પોસ્ટેડ છે. અગાઉ અશોક ગેહલોતના ઓએસડી પણ રહી ચૂક્યા છે.
5. મોનિકા, ડીઆઈજી જેલ
શાહીન ખાનના પત્ની મોનિકા પણ ઑફિસર છે. તેમની પસંદગી જેલ અધિક્ષકના રૂપમાં થઈ હતી. વર્તમાનમાં મોનિકા ડીઆઈજી જેલ જયપુરના પદ પર કાર્યરત છે.
6. શાકિબ ખાન, બ્રિગેડિયર, ભારતીય સેના
લિયાકત ખાનના ભાણેજ શાકિબ ખાન ભારતીય આર્મીમાં બ્રિગેડિયર છે. સુરક્ષાના કારણોસર વર્તમાનમાં તેમનું પોસ્ટિંગ ક્યાં છે તે જણાવી નહીં શકીએ.
7. સલીમ ખાન, આરએએસ
લિયાકત ખાનના ભાણેજ સલીમ ખાન સિનિયર આરએએસ અધિકારી છે. તેઓ ઉપ શાસન સચિવ શિક્ષણના પદ પર જયપુરમાં કાર્યરત છે.
8. શના ખાન, આરએએસ
સિનિયર આરએએસ અધિકારી સલીમ ખાનની પત્ની શના ખાન પણ આરએએસ અધિકારી છે. તેઓ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન જયપુરમાં પદસ્થાપિત છે.
9. ફરાહ ખાન, આઈઆરએસ
ફરાહ ખાન પોતાના પિતાના રસ્તે ચાલ્યાં અને તેમનાથી પણ એક ડગલું આગળ નીકળી ગયાં. તેમને વર્ષ 2016માં ઓલ ઈન્ડિયા સ્તરે 267મો રેન્ક મળ્યો હતો. ત્યારે તેમને રાજસ્થાનથી આઈએએસ બનનાર બીજી મુસ્લિમ મહિલા હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું. વર્તમાનમાં ફરાહ જોધપુરમાં પોસ્ટેડ છે.
10. કમર ઉલ જમાન ચૌધરી, આઈએએસ
આઈએએસ અધિકારી ફરાહ ખાનના પતિ કમર ઉલ જમાન ચૌધરી પણ રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ મૂળરૂપે જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. વર્તમાનમાં તેઓ જોધપુરમાં કાર્યરત છે.
11. જાવેદ ખાન, આરએએસ
આરએએસ અધિકારી સલીમ ખાનના બનેવી જાવેદ ખાન પણ આરએએસ અધિકારી છે. તેઓ જયપુરમાં મંત્રી સાલેહ મોહમ્મદના પીએસના રૂપમાં સેવાઓ આપી રહ્યા છે.
12. ઈશરત ખાન, કર્નલ, ભારતીય સેના
ભારતીય સેનામાં બ્રિગેડિયર શાકિબની બહેન ઈશરત ખાન કર્નલ છે. 17 વર્ષ પહેલાં તેમણે ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલના પદ પર કમિશન મળ્યું હતું. બાદમાં પ્રમોશન મેળવી કર્નલ બની ગયાં.
આ પરિવાર પર અમને ગર્વ છે
નૂઆં ગામના જાવેદ ખાન જણાવે છે કે લિયાકત ખાન સાહેબના પરિવાર પર અમને ગર્વ છે. અમારા માટે ગામનો આ ઑફિસર્સ વાળો પરિવાર અન્ય પરિવારો માટે પ્રેરણાસ્રોત છે. તાલીમની તાકાત શું હોય છે તે આ પરિવારે સાબિત કરી દેખાડ્યું.