મમતા બેનર્જીએ PM મોદી સાથે મુલાકાત કરી, BSF-ત્રિપુરા હિંસાના મુદ્દા ઉઠાવ્યા!
નવી દિલ્હી, 24 નવેમ્બર : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ દિવસોમાં દિલ્હીની મુલાકાતે છે. બુધવારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદીની સામે BSFના અધિકારક્ષેત્ર અને ત્રિપુરા હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે જ સમયે વડા પ્રધાનને ગ્લોબલ બિઝનેસ મીટના ઉદ્ઘાટન માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પીએમ મોદીને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, હું આજે રાજ્ય સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી. તેમણે કહ્યું કે અમે BSFના કાર્યક્ષેત્રના વિસ્તરણના મુદ્દા પર પણ વાત કરી અને આ નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી. તેમણે કહ્યું કે, મેં BSF વિશે ચર્ચા કરી, BSF આપણું દુશ્મન નથી. હું તમામ એજન્સીઓનું સન્માન કરું છું પરંતુ કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. આ બાબત સંઘર્ષ તરફ દોરી જાય છે. તેમણે આગળ કહ્યું કે, મેં કહ્યું હતું કે ફેડરલ સ્ટ્રક્ચરને બિનજરૂરી રીતે ખલેલ પહોંચાડવી યોગ્ય નથી, તમારે તેના વિશે ચર્ચા કરવી જોઈએ અને BSF કાયદો પાછો ખેંચવો જોઈએ.
બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે અહીં ઘણી કુદરતી આફતો આવી છે. તેમાં અમને કેન્દ્ર સરકાર તરફથી ઘણા પૈસા મળશે. મેં તે પૈસા આપવા કહ્યું, તેમણે કહ્યું કે ઠીક છે, પરિસ્થિતિ જોયા પછી કહીશું. મેં કહ્યું હતું કે તમારી સાથે રાજકીય રીતે જે પણ મતભેદો છે તે રહેશે, કારણ કે તમારી વિચારધારા અને અમારી પાર્ટીની વિચારધારા અલગ છે. પરંતુ કેન્દ્ર અને રાજ્યના સંબંધો પર કોઈ અસર ન પડે. રાજ્યનો વિકાસ કેન્દ્રના વિકાસ છે.
I met Prime Minister Narendra Modi today over a number of state-related issues. We also spoke on the BSF's jurisdiction extension issue and demanded that this decision be withdrawn: West Bengal CM Mamata Banerjee in Delhi pic.twitter.com/rbSorskUNA
— ANI (@ANI) November 24, 2021
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એ પણ કહ્યું કે, મેં વડાપ્રધાનને BGBS કોન્ફરન્સના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું છે, વડાપ્રધાને આમંત્રણ સ્વીકાર્યું છે. પીએમ મોદી સામે ત્રિપુરા હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો. અહીં યુપી વિધાનસભા ચૂંટણી વિશે પૂછવામાં આવતા મમતા બેનર્જી કહે છે કે જો સપાના વડા અખિલેશ યાદવને અમારી મદદની જરૂર હોય તો અમે મદદ કરવા તૈયાર છીએ. ઉલ્લેખનિય છે કે હવે મમતા બેનર્જી પોતાને રાષ્ટ્રિય સ્તરે લઈ જવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે દિલ્હીની મુલાકાતનો પણ એક અલગ અર્થ કાઢવામાં આવી રહ્યો છે.