વિભાજન પહેલાના દિવસોની યાદ
પાકિસ્તાનના અખબારે તેમની મિત્રતાના સમાચાર પ્રકાશિત કર્યા અને લખ્યું કે, બંને મિત્રોએ એકબીજાને ઓળખતા જ બંને ભાવુક થઈ ગયા હતા.
બંનેએ વિભાજનપહેલાની તેમની યુવાનીના દિવસોને યાદ કર્યા, જ્યારે તેઓ એકસાથે ડેરા બાબા નાનક ગુરુદ્વારામાં જતા, સાથે ભોજન અને ચા પીતા.
આ સમાચાર જોતા જ સોશિયલમીડિયા પર વાયરલ થઈ ગયા હતા. ઘણા લોકોએ તેને ફિલ્મી સ્ટોરી જેવું કહ્યું હતું.
કરતારપુરની હાર્ટ ટચિંગ સ્ટોરી
હરજિન્દર સિંહ કુકરેજાએ ટ્વિટર પર લખ્યું કે, "થોડા સમય માટે ધર્મ અને તીર્થયાત્રાને બાજુ પર રાખો... આ કરતારપુરની એક હૃદયસ્પર્શી વાર્તા છે.
કરતાર કોરિડોરેભારતના બે જૂના મિત્રો સરદાર ગોપાલ સિંહ (94 વર્ષ, ભારત) અને પાકિસ્તાનના મુહમ્મદ બશીર (91 વર્ષ, પાકિસ્તાન)ને શેર કર્યા છે. 74 વર્ષ બાદ તેમનો મેળાપથયો હતો. 1947ના ભાગલામાં અલગ થયા હતા.
અન્ય એક યુઝરે લખ્યું કે, અમે ભાગ્યશાળી છીએ કે અમે પાર્ટીશનના છેલ્લા પુનઃમિલનના સાક્ષી છીએ. એ વિચારીને દુઃખ થાય છે કે, થોડાક દાયકામાં આ પેઢી જતી રહેશે. તેઓ જે પીડામાંથી પસાર થયા છે, તે માત્ર તેઓ જ જાણે છે.
દરબાર સાહેબ શીખોનું મહત્વનું તીર્થસ્થાન
કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ શીખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે, પરંતુ પાકિસ્તાનમાં હોવાને કારણે ભારતના શીખો માટે અહીં જવાનું મુશ્કેલ હતું.
આના ઉકેલ માટે ભારત અને પાકિસ્તાનની સરકારો સાથે મળીને કરતારપુર કોરિડોર બનાવવા માટે સંમત થયા હતા. આ કોરિડોર ભારતના ગુરદાસપુરમાં ગુરુદ્વારા ડેરાબાબા નાનક સાહિબને પાકિસ્તાનના કરતારપુરમાં દરબાર સાહિબ સાથે જોડે છે.
ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે સરકારે શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવની જન્મજયંતી પર તેને ફરીથી ખોલવાનોનિર્ણય કર્યો છે. આ કોરિડોર દ્વારા શીખ શ્રદ્ધાળુઓ વિઝા વગર પાકિસ્તાનમાં દરબાર સાહિબની મુલાકાત લઈ શકશે.