રાજનાથ સિંહની ચેતવણી બાદ રોષે ભરાયું પાકિસ્તાન, વિદેશ મંત્રી અને NSA મોઈદ યુસુફે ઓક્યુ ઝેર

|

ઈસ્લામાબાદ : ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહની ચેતવણી બાદ પાકિસ્તાન તરફથી ઝેરી નિવેદનોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. રાજનાથ સિંહના ચેતવણીભર્યા નિવેદનથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને ભારતીય સંરક્ષણ પ્રધાનના નિવેદનને બેજવાબદાર અને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતીય સંરક્ષણ પ્રધાનના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી, "પાકિસ્તાન પણ ભારતીય આક્રમણનો જવાબ આપવા માટે તૈયાર છે".

રાજનાથ સિંહની ચેતવણી

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારના રોજ પાકિસ્તાન અને અન્ય વિરોધીઓને ચેતવણી આપી હતી કે, 'નવું ભારત' શાંતિને અસ્થિર કરનારી શક્તિઓને જડબાતોડજવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

રાજનાથ સિંહે ચેતવણી આપી હતી કે, "પાકિસ્તાન ભારતમાં શાંતિને અસ્થિર કરવાના તમામ પ્રયાસો કરે છે, પરંતુ અમે તેમને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અમે જવાબીકાર્યવાહી કરીશું." આ એક નવું અને શક્તિશાળી ભારત છે.

રાજનાથ સિંહે કહ્યું કે, ભારત તેના પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છે છે અને તેણે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી. ભારતે ક્યારેય કોઈ વિદેશી પ્રદેશ પર કબ્જોકર્યો નથી. પડોશીઓ સાથે સારા સંબંધો રાખવા એ ભારતની સંસ્કૃતિ રહી છે પરંતુ કેટલાક લોકો તેને સમજી શકતા નથી.

સર્જિકલ સ્ટ્રાઈકની ધમકી

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક સમારોહને સંબોધતા ભારતીય રક્ષા મંત્રીએ કહ્યું, હવે અમે તેમને સંદેશ આપ્યો છે કે, જો તમે માત્ર સરહદ પર જ નહીં, ઘણી મુશ્કેલીઊભી કરો છો, તો અમે તમને સરહદ પાર પણ પાઠ ભણાવી શકીએ છીએ અને સર્જિકલ સ્ટ્રાઈક પણ કરી શકીએ છે અને જરૂર પડે તો એર સ્ટ્રાઈક પણ કરી શકે છે.

આસાથે જ રાજનાથ સિંહે પણ નામ લીધા વગર ચીન પર નિશાન સાધ્યું છે અને ચીન માટે ચેતવણી પણ આપી છે. ચીનનું નામ લીધા વિના રાજનાથ સિંહે કહ્યું કે, બીજોપાડોશી છે જે 'વાતને સમજી જ શકતો નથી'.

રોષે ભરાયું પાકિસ્તાન

ભારતીય રક્ષા મંત્રીની ચેતવણી બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતીય સંરક્ષણ મંત્રીના નિવેદનને ફગાવી દીધું છે.

રવિવારનારોજ મોડી રાત્રે જાહેર કરાયેલા એક નિવેદનમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ભારત સરકાર પર "પડોશીઓ તરફ આંગળી ચીંધીને જુઠ્ઠાણા અને કલ્પનાઓમાં શામેલ"હોવાનો આરોપ મૂક્યો હતો.

પાકિસ્તાની નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમની પાયાવિહોણી ટિપ્પણીઓ એક તરફ ભ્રામક છે અને બીજી તરફ તેના પાડોશીઓ પ્રત્યે ભારતની વિશિષ્ટ દુશ્મનાવટદર્શાવે છે.

ઉલ્લેખીય છે કે, 1947માં અંગ્રેજોથી આઝાદી મળી ત્યારથી, પરમાણુ હથિયારોથી સજ્જ ભારત અને પાકિસ્તાન ત્રણ પૂર્ણ યુદ્ધ લડી ચૂક્યા છે અને ત્રણેયયુદ્ધમાં પાકિસ્તાન હારી ગયું છે. કાશ્મીરના વિવાદિત ક્ષેત્રમાં 2019ના સૈન્ય સ્ટેન્ડઓફથી સંબંધો લગભગ બંધ થઈ ગયા છે.

પાકિસ્તાની NSAએ ઓક્યું ઝેર

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય જ નહીં, પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે પણ ભારત અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાનનાNSAએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિટલર બાદ વિશ્વના સૌથી મોટા ફાસીવાદી નેતા ગણાવ્યા છે.

આ સાથે પાકિસ્તાની NSAએ પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં એકતાના અભાવ પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, કાશ્મીરના મુદ્દે રાષ્ટ્રીય હિત માટે પાકિસ્તાનમાંએકતા કેળવવી જરૂરી છે.

એટલું જ નહીં પાકિસ્તાનના NSAએ પણ કાશ્મીર વિશે ઝેરી નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, ભારતીય કાશ્મીરમાં માનવાધિકારોનુંઉલ્લંઘન થઈ રહ્યું છે.

MORE NATIONAL NEWS NEWS  

Read more about:
English summary
After the warning of Rajnath Singh, Pakistan has flared up and the Pakistan Foreign Ministry and NSA have given poisonous statements against India.
Story first published: Monday, November 22, 2021, 16:12 [IST]