• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમરાવતી આંધ્રપ્રદેશનું એકમાત્ર પાટનગર હશે, મુખ્યમંત્રીએ ત્રણ પાટનગર બીલ પરત ખેંચ્યું

|
Google Oneindia Gujarati News

અમરાવતીઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ સોમવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આંધ્રપ્રદેશની ત્રણ પાટનગર અંગે ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થાય છે, કારણ કે હવે રાજ્યની એક જ પાટનગર હશે અને તે અમરાવતી હશે. એડવોકેટ જનરલ એસ શ્રીરામે પણ હાઈકોર્ટને મુખ્યમંત્રીના આ નિર્ણયની

જાણકારી આપી છે. મુખ્યમંત્રીની જાહેરાત સાથે રાજ્ય કેબિનેટે પણ થ્રી કેપિટલ બીલ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે અને નિર્ણયની હાઇકોર્ટને જાણ કરી છે. આ કેસ 2018થી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.

સરકારના આ બીલને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, રેડ્ડી સરકાર ત્રણ અલગ-અલગ પાટનગરનો પ્રસ્તાવ લઈને આવી હતી, જેમાં અમરાવતી એક વિધાયક પાટનગર હતી, વિશાખાપટ્ટનમને કાર્યકારી તરીકે અને કુર્નૂલને ન્યાયિક પાટનગર હતી. સરકારના આ બીલને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું.

આ અંગેની સુનાવણી 2018થી ચાલી રહી હતી, પરંતુ સોમવારના રોજ રાજ્ય સરકારે આ બીલ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. ગત વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ મામલો ટાળી દીધો હતો. કેન્દ્રએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટને જાણ કરી હતી કે, રાજ્યનું પાટનગર નક્કી કરવાનો મામલો રાજ્ય સરકાર હેઠળ છે, જેમાં કેન્દ્રની કોઈ ભૂમિકા નથી.

કેન્દ્ર સરકારે તેના કાઉન્ટર એફિડેવિટમાં જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ, 2014ની કલમ 6 હેઠળ કેન્દ્ર સરકારે 28 માર્ચ, 2014ના રોજ કે.સી. શિવરામકૃષ્ણન, જેમણે આંધ્ર પ્રદેશ રાજ્ય માટે નવી પાટનગર માટેના વિકલ્પોનો અભ્યાસ કર્યો હતો.

પેનલે તે જ વર્ષે 30 ઓગસ્ટે તેનો અહેવાલ સુપરત કર્યો હતો, જે બે દિવસ બાદ 1 સપ્ટેમ્બરના રોજ આંધ્ર પ્રદેશ સરકારને મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ 23 એપ્રિલ 2015ના રોજ રાજ્યની પાટનગર તરીકે અમરાવતી હતી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, આ બીલ પરત લેવામાં કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા નથી.

30 ઓગસ્ટના રોજ તેનો અહેવાલ સબમિટ કર્યો, જે બે દિવસ બાદ 1 સપ્ટેમ્બરના રોજ આંધ્ર પ્રદેશ સરકારને મોકલવામાં આવ્યો, ત્યારબાદ 23 એપ્રિલ 2015ના રોજ રાજ્યની પાટનગર તરીકે અમરાવતી આવી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, જેમાં કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા નથી.

ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશ બીજેપી નેતા વાયએસ ચૌધરીએ પણ ગત અઠવાડિયે કહ્યું હતું કે, તેમની પાર્ટી અમરાવતીને આંધ્ર પ્રદેશની પાટનગર જાહેર કરવાની માગનું સમર્થન કરે છે.

English summary
Only amaravati is capital of Andhra pradesh, announced CM jagan mohan reddy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X