સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થવાનું છે. આ સાથે સંસદ સત્ર પહેલા 28 નવેમ્બર, રવિવારે સર્વપક્ષીય બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી શક્યતા છે.
તમને જણાવી દઈએ કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 20 નવેમ્બરે માહિતી આપી હતી કે સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે અને 23 ડિસેમ્બરે સમાપ્ત થવાની સંભાવના છે. ઓમ બિરલાએ કહ્યું હતું કે મને આશા છે કે ગૃહ સુચારૂ રીતે ચાલશે અને તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે.