લખનઉઃ બસપા પ્રમુખ માયાવતીએ કેન્દ્ર સરકારને આંદોલન કરનાર ખેડૂતોની અન્ય માંગોને પણ પૂરી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગને પૂરી કરીને ત્રણ કૃષિ કાયદાને રદ તો કરી દીધા પરંતુ તેની સાથે ખેડૂતોની અન્ય યોગ્ય માંગોનુ પણ સમાધાન જરૂરી છે. બસપા સુપ્રીમોએ કહ્યુ કે આ સાથે જ કૃષિ કાયદા અંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની નિવેદનબાજી પર લગામ લાગે જેથી ખેડૂતોમાં વિશ્વાસ પેદા થાય.
માહોલ ખરાબ કરી રહ્યા છે ભાજપ નેતાઃ માયાવતી
માયાવતીએ સોમવારે ટ્વિટ કરીને કહ્યુ, 'પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લગભગ એક વર્ષથી આંદોલિત ખેડૂતોની ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સ્વીકારવા સાથે-સાથે તેમનુ અમુક અન્ય યોગ્ય માંગોનુ પણ સામયિક સમાધાન જરૂરી. જેથી ખેડૂતો સંતુષ્ટ થઈને પોત-પોતાના ઘરે પાછા પોતાના કાર્યોમાં સંપર્ણપણે જોડાઈ શકે.' બસપા પ્રમુખે પોતાના ટ્વિટમાં આગળ કહ્યુ કે, 'કૃષિ કાયદાની વાપસીની કેન્દ્ર સરકારની ખાસ ઘોષણા પ્રત્યે ખેડૂતોમાં વિશ્વાસ પેદા કરવો જરૂરી છે. આના માટે જરૂરી છે કે ભાજપના નેતાઓની નિવેદનબાજી પર લગામ લાગે જે પીએમની ઘોષણા છતાં પોતાના ભડકાઉ નિવેદનો વગેરેથી લોકોમાં શંકા ઉપજાવીને માહોલ ખરાબ કરી રહ્યા છે.'
લખનઉમાં ખેડૂતોની મહાપંચાયત
તમને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા ત્રણે નવા કૃષિ કાયદા વાપસીના એલાન બાદ આજે સંયુક્ત કિસાન મોરચાની લખનઉમાં કિસાન મહાપંચાયત આયોજિત કરવામાં આવી છે. આ મહાપંચાયત લખનઉમાં ઈકોગાર્ડન(જૂની જેલ) બંગલા બજારમાં આયોજિત કરવામાં આવી છે. આમાં ખેડૂત નેતા રાકેશ ટિકેત, દર્શનપાલ સહિત ઘણા નેતા ભાગ લઈ રહ્યા છે. આ મહાપંચાયતમાં સંયુક્ત મોરચાની ભવિષ્યની રણનીતિ પર મંથન થઈ રહ્યુ છે. કેન્દ્ર દ્વારા ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાની ઘોષણા છતાં ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે જ્યાં સુધી સરકાર લઘુત્તમ ટેકાના મૂલ્યની ગેરેન્ટીવાળો કાયદો અને લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય કુમાર ટેનીની ધરપકડ ન કરે ત્યાં સુધી તેમનુ આંદોલન ચાલુ રહેશે.