મુંબઈઃ ભારતીય નૌકાદળ આજે આઈએનએસ વિશાખાપટ્ટનમના પ્રોજેક્ટ 15બી હેઠળ પોતાના બેડામાં શામેલ કરશે. આ જહાજને મુંબઈ સ્થિત નૌકાદળના ડૉકયાર્ડાં મુખ્ય અતિથિ રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પહેલા આ જહાજ વિશે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે અમે 21 નવેમ્બરે મુંબઈમાં હોઈશુ. સંરક્ષણ મંત્રીએ શનિવારે ટ્વિટ કરીને કહ્યુ કે હું આઈએનએસ વિશાખાપટ્ટનમને શરૂ કરવાના કાર્યક્રમમાં શામેલ થવા માટે ઉત્સુક છુ. આ સાથે જ ચાર વિશાખાપટ્ટનમ શ્રેણીના જહાજને શરૂ કરવાની યોજનાની શરૂઆત થશે. આ જહાજના બેડામાં શામેલ થવાથી સમુદ્રમાં ભારતની તાકાતમાં ઘણો વધારો થશે.
આઈએનએસ વિશાખાપટ્ટનમને મુંબઈ સ્થિત મઝગાંવના જ ડૉકયાર્ડ લિમિટેડમાં તૈયાર કરવામાં આવ્યુ હતુ. નૌકાદળના પ્રોજેક્ટ 15બી હેઠળ આ જહાજને તૈયાર કરવામાં આવ્યુ છે. આ પ્રોજેક્ટ હેઠળ ચાર યુદ્ધ જહાજ તૈયાર કરવામાં આવશે. બાકીના ત્રણ યુદ્ધ જહાજ આગલા ત્રણ વર્ષમાં કોલકત્તા, ઈમ્ફાલ અને સુરતમાં બનીને તૈયાર થઈને બેડામાં શામેલ કરવામાં આવશે. 2025 સુધી બધા ચાર યુદ્ધ જહાજ તૈયાર થઈને નૌકાદળમાં શામેલ થઈ જશે.
તમને જણાવી દઈએ કે આ જહાજ 163 મીટર લાંબુ છે અને તેનુ કુલ વજન 7400 ટન છે. આમાં 75 ટકા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જહાજમાં સ્વદેશી હથિયાર છે. આ બીઈએલની મીડિયમ રેંજ સરફેસ ટુ એર મિસાઈલ, સપાટીથી સપાટી માર કરતી બ્રહ્મોસ, એંટી સબમરીન રૉકેટ લૉન્ચર, 76MM સુપર રેપિડ ગનથી લેસ છે. નોંધનીય વાત એ છે કે નૌકાદળ પાસે એક એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્ય, 130 યુદ્ધ જહાજ શામેલ છે. સાથે જ 39 જંગી જહાજ પણ નૌકાદળના બેડામાં શામેલ છે.