'PM મોદીએ એકદમ ઝટકો માર્યો, મધથી પણ મીઠુ બોલી રહ્યા છે, વિશ્વાસ નથી થતો,' રાકેશ ટિકેતે વર્ણવી ખેડૂતોની સ્થિતિ
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની ઘોષણાની કોઈને આશા નહોતી. ખેડૂત આંદોલનમાં શામેલ ખેડૂતો અને ખેડૂત નેતાઓએ પણ કદાચ આ વાતનો અંદાજ નહોતો લગાવ્યો. પીએમ નરેન્દ્ર મોદીના કૃષિ કાયદાને રદ કરવાના એલાન બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું ખેડૂત આંદોલન હવે ખતમ થઈ જશે. પીએમ મોદીના નિર્ણય બાદ ખેડૂતોના મનમાં શું ચાલી રહ્યુ છે તેના પર ખેડૂત નેતા રાકેશ ટિકેતે વાત કરી છે. રાકેશ ટિકેતે એક ટીવી ચેનલ સાથે વાત કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી(નરેન્દ્ર મોદી)એ ત્રણ વિવાદિત કૃષિ કાયદાને રદ કરવાની ઘોષણા ટીવી પર કરી છે પરંતુ જો ખેડૂતોને કાલે કોઈની સાથે વાતચીત કરવી પડી તો તે કોની સાથે કરશે.

વાતચીત વિના મુદ્દો કેવી રીતે ઉકેલાઈ જશેઃ રાકેશ ટિકેત
રાકેશ ટિકેતે ન્યૂઝ ચેનલ 'આજતક' સાથે વાત કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી(નરેન્દ્ર મોદી)એ આટલા મીઠા પણ ન હોવુ જોઈએ. રાકેશ ટિકેતે કહ્યુ, 'ખેડૂત આંદોલનમાં લગભગ 750 લોકો શહીદ થયા છે, 10 હજાર કેસ બનેલા છે, કોઈ વાતચીત વિના આ મુદ્દો કેવી રીતે ઉકેલાઈ જશે.'

રાકેશ ટિકેત બોલ્યા - મધથી પણ મીઠુ બોલી રહ્યા છે પીએમ મોદી
રાકેશ ટિકેતે કહ્યુ કે, 'પીએમ મોદી તો મધથી પણ મીઠુ બોલી રહ્યા છે. આટલી મીઠી ભાષા, મિઠાઈવાળાને તો ભમરી પણ નથી કરડતી. તે એમ જ પોતાની આસપાસની માખોને ઉડાડતો રહે છે. માટે પીએમ પર વિશ્વાસ નથી થઈ રહ્યો. જે મીઠી બોલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને વાતચીતમાં પણ હોવુ જોઈએ.'

'અમને શું ખબર પીએમે કૃષિ કાયદા કેમ પાછા લીધા'
શું ચૂંટણીને ધ્યાનમાં રખીને પીએમ મોદીએ કાયદા પાછા લેવાનો નિર્ણય કર્યો છે, તેના પર રાકેશ ટિકેતે કહ્યુ, 'અમને એના વિશે શું ખબર, શું કારણ છે. અમે નથી જાણતા કે કેમ પાછા લેવામાં આવ્યા છે પરંતુ અમે ઈચ્છીએ છીએ કે બસ અમારુ કામ થઈ જાય.'

'પીએમ મોદીએ એકદમથી ઝટકો મારી દીધો છે..'
રાકેશ ટિકેતે કહ્યુ, 'પીએમ(નરેન્દ્ર મોદી)એ એકદમથી ઝટકો મારી દીધો છે. એવુ લાગે છે કે તે પોતાના લોકો સાથે પણ વાતચીત નથી કરતા અને સલાહ નથી લેતા. આમ તો સરકાર ફસાયા વિના ક્યાં વાત માને, જો માની જાય તો અમને જણાવજો.' રાકેશ ટિકેતે કહ્યુ કે ખેડૂતોની માંગ છે કે લઘુત્તમ ટેકાના ભાવ(એમએસપી) વધારી દેવામાં આવે. રાકેશ ટિકેતે કહ્યુ કે હજુ પણ અડધા ભાવો પર ખેડૂતો પાક વેચી રહ્યા છે, તો અમે કેમ અડધા ભાવમાં પોતાનો પાક વેચીએ. અમે તો ક્યારેય સ્વામીનાથન કમિટીની વાત નથી કરી.