આંધ્ર પ્રદેશમાં વરસાદનો કહેર, ઈમારત ધરાશાયી થવાથી 3 બાળકો અને એક વૃદ્ધ મહિલાનુ મોત
અનંતપુરઃ આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના કારણે દૂર્ઘટનાઓનો સિલસિલો વધી રહ્યો છે. શનિવારે એક દર્દનાક દૂર્ઘટનામાં ત્રણ માસુમ બાળકો અને એક વૃદ્ધ મહિલાના મોત થઈ ગયા છે. મળતી માહિતી મુજબ રાજ્યના અનંતપુર જિલ્લાના કાદિરી કસ્બામાં મોડી રાતે ભારે વરસાદના કારણે એક જૂની 3 માળની ઈમારત કડડભૂસ થઈને પડી ગઈ. ઈમારતના કાટમાળ નીચે દબાઈ જવાના કારણે બાળકો અને મહિલા સહિત ચાર લોકોના મોત થઈ ગયા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. કાટમાળમાં હજુ પણ 4થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી છે.
ઘટના સ્થળે હાજર નિરીક્ષક સત્યબાબુએ જણાવ્યુ કે દૂર્ઘટના શુક્રવારે મોડી રાતે બની, કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવાનુ કામ ચાલુ છે. બચાવકર્મીઓએ એક મહિલા અને 3 બાળકોના શબને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. અત્યાર સુધી 6 લોકોને બચાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઘટના સ્થળે નગરપાલિકા, પોલિસ, ફાયરબ્રિગેડની સેવાઓ અને અન્ય વિભાગોના બચાવકર્મી કાટમાળને હટાવવા અને ફસાયેલા લોકોને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. શુક્રવારે આંધ્ર પ્રદેશની જ ચેયેરુ નદી પર બનાવેલો બંધ તૂટવાથી 3થી વધુ લોકોના મોત થઈ ગયા હતા અને ઘણા લોકો ગુમ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં દબાણનુ ક્ષેત્ર બનવાના કારણે આંધ્ર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે ઘણી દૂર્ઘટનાઓ પણ થઈ રહી છે. રિપોર્ટ મુજબ અત્યાર સુધી રાજ્યમાં 17થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 100થી વધુ લોકો ગુમ છે. વરસાદના કારણે આંધ્ર પ્રદેશમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ ચિત્તૂર જિલ્લામાં ભીષણ પૂરમાં એક આખી ઈમારત વહી ગઈ હતી. આ ઉપરાંત અનંતપુર જિલ્લામાં જ અત્યાર સુધી નબળા થઈ ચૂકેલા પાંચ મકાન ધરાશાયી થઈ ગયા જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.
Andhra Pradesh | 3 children & an aged woman died in the Kadiri town of Anantapur district after an old 3-story building collapsed due to heavy rains late at night. Rescue operation underway. Over 4 people still trapped inside the building rubble: Circle Inspector Satyababu pic.twitter.com/cFx0zBvRwx
— ANI (@ANI) November 20, 2021