સોનીપતઃ આજે એટલે કે 19 નવેમ્બરના રોજ ગુરુપર્વના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર દ્વારા બનાવવામાં આવેલ 3 કૃષિ કાયદાને પાછા લેવાનુ એલાન કરી દીધુ. આ એલાન થતાં જ એક વર્ષથી હરિયાણા-દિલ્લીની સીમાઓ પર બેઠેલા ખેડૂત પ્રદર્શનકારી ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. ધરણા સ્થળોએ ઉજવણીનો માહોલ છે. ખેડૂતો એકબીજાને ગળે મળીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા ખેડૂત નેતાઓએ આને લાંબા સંઘર્ષની જીત ગણાવી. વળી, અમુકે કહ્યુ કે સંસદમાં કાયદો રદ થાય ત્યાં સુધી ધરણા સ્થળ ખાલી નહિ થાય.
તમને જણાવી દઈએ કે પંજાબ-હરિયાણાના મોટાભાગના ખેડૂત આંદોલનકારીઓના ધરણા-પ્રદર્શન દિલ્લી-સોનીપતના કુંડલી બૉર્ડર પર ચાલી રહ્યા હતા. હવે ત્યાં ખેડૂતોએ લાડુ વહેંચીને ઉજવણી કરી છે. અમુક ખેડૂત નેતા હજુ પણ લાડુ પહોંચાડી રહ્યા છે. જેમાંથી અમુક ખેડૂત નેતાઓએ પીએમ મોદીનો આભાર પણ માન્યો. એક વૃદ્ધ પદાધિકારીએ કહ્યુ કે આ સારો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ હજુ અમે પાછા નહિ જઈએ. તેમણે કહ્યુ કે આગામી સંસદ સત્રના પહેલા જ દિવસે આ કાયદાને પાછા લેવામાં આવે. સાથે જ એમએસપી પર કાયદો બનાવામાં આવે.
વળી, જે પ્રદર્શનકારીઓના સગા-સંબંધીઓ સામે હરિયાણા પોલિસ તરફથી વિવિધ કલમોમાં કેસ નોંધવામાં આવ્યા, તેમનુ કહેવુ છે કે સરકાર ખેડૂતો પર નોંધેલા કેસ પાછા લે. આ તરફ દિલ્લી બૉર્ડર પર સંયુક્ત ખેડૂત મોરચાએ ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. દિલ્લી બૉર્ડરથી દૂર રેવાડીના ગંગાયચા ટોલ પ્લાઝા પર પણ ઉજવણી ચાલી રહી છે. અહીં બેઠેલા ખેડૂતોએ લાડુ વહેંચ્યા અને કહ્યુ કે અમે હજુ જીત્યા છે અને સરકાર હારી છે. તેમણે કહ્યુ કે માત્ર અમે નહિ પરંતુ દિલ્લીના સિંધુ અને ટીકરી બૉર્ડર પર છેલ્લા એક વર્ષથી અડગ ખેડૂતો પણ ખુશ છે.