નવી દિલ્હી, 18 નવેમ્બર : દિલ્હી એસેમ્બલીની પીસ એન્ડ હાર્મની કમિટીએ ગુરુવારે 2020 નોર્થઈસ્ટ દિલ્હી હિંસા કેસમાં ફેસબુક ઈન્ડિયાના અધિકારીઓની પૂછપરછ કરી હતી. ફેસબુક ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર શિવનાથ ઠુકરાલ અને લીગલ ડાયરેક્ટર જીવી આનંદ ભૂષણ સમિતિ સમક્ષ હાજર થયા હતા.
બીજી તરફ દિલ્હી રમખાણો દરમિયાન દૂર કરવામાં આવેલી ભડકાઉ પોસ્ટનો ડેટા શેર કરવાનું કહેવામાં આવ્યું તો ફેસબુકે ઇનકાર કર્યો. જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તરપૂર્વ દિલ્હીમાં નાગરિકતા સંશોધન બિલના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ ફેસબુક પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે કંપનીએ હિંસા દરમિયાન ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા ખોટા અને ભડકાઉ લેખો પર પ્રતિબંધ નહોતો લગાવ્યો.
જણાવી દઈએ કે દિલ્હી એસેમ્બલીની પીસ એન્ડ હાર્મની કમિટીના ચેરમેન રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે આ મામલાની સુનાવણી સંપૂર્ણ રીતે પારદર્શક હોવી જોઈએ. આ માહિતી શક્ય તેટલા લોકો સુધી પહોંચવી જોઈએ.