PM મોદી આજે કરશે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનુ ઉદઘાટન, IAFના વિમાન બતાવશે કરતબ

|

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુલતાનપુર જિલ્લાના કરવાલ ખીરીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનુ ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ બપોરે 1.30 વાગે થશે. કાર્યક્રમની માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે આ દરમિયાન ભારતીય વાયુસેના તરફથી આયોજિત એ શોને પણ જોશે. સુલતાનપુરમાં એક્સપ્રેસવે પર લગભગ 3.2 કિલોમીટર લાંબો એરસ્ટ્રીપ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ઈમરજન્સીની સ્થિતિમાં ભારતીય વાયુસેના લડાકુ વિમાનનુ લેંડિંગ કરાવી શકે છે.

તમને જણાવી દઈએ કે પૂર્વાંચલ એક્સપ્રેસવે 341 કિલોમીટર લાંબો છે કે જે લખનઉના ચૌદસરાય ગામથી શરૂ થઈને યુપી-બિહાર સીમા પર સ્થિત એક્સપ્રેસવે નંબર 31 પર ખતમ થાય છે. આ એક્સપ્રેસવે 6 લેનનો છે. જેને આગળ ભવિષ્યમાં 8 લેન સુધી કરવામાં આવી શકે છે. આ એક્સપ્રેસવેને તૈયાર કરવામાં 22500 કરોડ રૂપિયાની કિંમત આવી છે. આ એક્સપ્રેસવે રાજ્યની અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. પૂર્વ યુપી માટે આ એક્સપ્રેસવે એક ખાસ ભેટ છે જેની મદદથી પૂર્વાંચલના વિકાસને એક નવી ગતિ મળશે. આ એક્સપ્રેસવે પર પડતા શહેર લખનઉ, બારાબંકી, અમેઠી, અયોધ્યા, સુલતાનપુર, આંબેડકરનગર, આઝમગઢ, મઉ, ગાઝીપુરમાં વિકાસને એક નવો આયામ મળશે.

MORE NARENDRA MODI NEWS  

Read more about:
English summary
PM Narendra Modi to inaugurate Purvanchal Expressway in Sultanpur.