• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુમો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, 4 લોકો ઘાયલ

|
Google Oneindia Gujarati News

Accident in Lakhisarai : બિહારના લખીસરાઈ જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. બિહારના હાલસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારની સવારે સુમો અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 6 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

મોર્નિંગ વોક માટે આવેલા લોકોએ આ ઘટના અંગે હલસી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જે બાદ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તમામ મૃતકો જમુઈ જિલ્લાના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે.

એક પોલીસ અધિકારીએ આ અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે. કેટલાક લોકો સુમોમાં પટનાથી જમુઈ જઈ રહ્યા હતા. જે દરમિયાન પીપરા ગામ પાસે સામેથી આવતી એક બેકાબૂ બનેલી ટ્રકે સુમોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. હાલ ઘાયલોની સારવાર ચાલુ છે. મતદેહોને પોર્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોની હાલત પણ ગંભીર

હાલસી સ્ટેશનના પ્રભારી અવધેશ કુમારે જણાવ્યું કે, ગ્રામજનોની મદદથી તમામ ઘાયલોને જમુઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ગંભીર હાલતને જોતા તમામને પટના રિફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે ટક્કર થયેલા ટ્રક પર એલપીજી સિલિન્ડર લોડ કરવામાં આવે છે.

ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર

આ સાથે અવધેશ કુમારે જણાવ્યું હતું કે, ઘટના બાદ ડ્રાઈવર ટ્રક છોડીને ભાગી ગયો હતો. તમામ મૃતકો જમુઈના નાવડીહા ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. મૃતકોના પરિવારજનોની હાલત કફોડી છે.

English summary
6 killed in Sumo and truck accident in Lakhisarai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X