'મે જે પુસ્તકમાં કહ્યુ, હિંદુત્વએ એ કરીને બતાવી દીધુ...'
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાન ખુરશીદે ફરીથી એક વાર કહ્યુ કે તેમણે પોતાના પુસ્તકમાં જે કંઈ પણ લખ્યુ છે, તે એની સાથે પૂરા સંમત છે. સલમાન ખુરશીદે કહ્યુ, 'અસંમત થયેલા લોકોએ અસંમતિ માટે કોઈ પણ સ્પષ્ટ મામલો નથી બનાવ્યો. તેમની અસંમતિમાં મારા ઘરના દરવાના સળગાવવા સુધી જતી રહી છે. શું તે સાબિત નથી કરતુ કે હું શું કહી રહ્યો હતો અને જે હું કહી રહ્યો હતો તે યોગ્ય છે? જેને હિંદુત્વ કહે છે, તેના વિશે એક દ્રષ્ટિકોણ અને સમજ છે, જે હિંદુ ધર્મના કોઈ પણ રુપનુ ખંડન કરે છે. મારા નિવેદનની કાયદેસરતા હવે તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોથી સ્પષ્ટ છે. માત્ર ફોન અને સોશિયલ મીડિયા પર ભાષા રૂપી ગાળા-ગાળી કરવી એટલુ જ નહિ પરંતુ વાસ્તવમાં કોઈના ઘરે શારીરિક હુમલો કરવો જ હિંદુત્વ છે.'
'હિંદુત્વ શું કરે છે એ જોવુ હોય તો મારા નૈનીતાલ ઘરમાં સળગી ગયેલા દરવાજાને જુઓ'
ગુલામ નબી આઝાદ જેવા તમારી પાર્ટીના સહયોગીઓએ પણ કહ્યુ છે કે તમારુ નિવેદન અતિશયોક્તિપૂર્ણ છે. આ સવાલ પર સલમાન ખુરશીદે કહ્યુ, 'તમારો ખૂબ ખૂબ આભાર! તો, ગુલામ નબી આઝાદ મારા નેતા છે અને રાહુલ ગાંધી નથી? શું તે સાચા છે? ગુલામ નબી આઝાદ એક મહાન અને સમ્માનિત નેતા છે પરંતુ મને દુઃખ છે કે મારી તેમની સાથે અસંમતિ છે. જ્યારે તે કહેતા હોય કે મે અતિશયોક્તિ કરી છે, તો મને લાગે છે કે કંઈક એવુ છે જેમાં મે અતિશયોક્તિ કરીને રજૂ કર્યુ છે. તે કંઈક શું છે? હિંદુત્વ શું કરે છે એ જોવુ હોય તો મારા નૈનીતાલના ઘરમાં બાળી નાકેલા દરવાજાને જુઓ.'
સલમાન ખુરશીદ બોલ્યા - મારો ઉદ્દેશ્ય બધા ધર્મોને એક કરવાનો છે
શું તમે ખરેખર રાજકીય હિંદુત્વની તુલના કોઈ આતંકવાદી જૂથ સાથે કરી શકો છો? આ સવાલના જવાબમાં સલમાન ખુરશીદે કહ્યુ, 'મે કહ્યુ છે કે એક સમાનતા છે. મે એ નથી કહ્યુ કે તે સમાન છે. અમુક ખાસ ગુણ હોય છે અને જે ગુણ મારા વિચારથી ચાલે છે, તે ધર્મનો દુરુપયોગ, ધર્મને વિકૃત કરવાનો ગુણ છે. જો હું કહી શકુ છુ કે જિહાદી ઈસ્લામ વિશે... ઈસ્લામ મારો ધર્મ છે. મને કોઈ બીજાના પોતાના ધર્મનો દુરુપયોગ કરવા માટે આવુ કહેવાથી કેમ રોકવામાં આવી રહ્યો છે? હું આખા દિવસ માટે સમાનતાઓ બતાવી શકુ છુ પરંતુ મારો ઉદ્દેશ્ય લિંચિંગ અને બળાત્કારને પ્રકાશમાં લાવવાનો નથી. મારો ઉદ્દેશ્ય ક્ષમા કરવા અને આગળ વધવાનો છે. મારો ઉદ્દેશ્ય બધા ધર્મોને એક કરવાનો છે અને આ જ હું અયોધ્યા ચુદાકાનુ સમર્થન કરીને કરવા માંગતો હતો.'