'વટહુકમ માટે ઉતાવળ કેમ છે, શું કોઈ યુદ્ધ ચાલી રહ્યુ છે?'
હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં વટહુકમમાં વાંધાજનક શું છે, એ વિશે બોલતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ, 'સૌથી પહેલા, આ વટહુકમ કેમ લાવવામાં આવી રહ્યો છે? બીજી વાત એ છે કે કાર્યકાળને બે વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવો કેમ જરૂરી છે? આ એટલુ જરુરી કેમ છે? શું આ દેશની અર્થવ્યવસ્થાના હિતમાં છે? શું દેશની કાયદો વ્યવસ્થા કથળવાની છે? કે ત્યાં કોઈ યુદ્ધ ચાલી રહ્યુ છે? જો તે રાહ જોઈ શકતા હતા તો તે સંસદનો રસ્તો અપનાવતા અને એક બિલ રજૂ કરી શકતા હતા જેના પર સંપૂર્ણપણે ચર્ચા થઈ શકતી હતી.'
'એ સામાન્ય જનતા, વિપક્ષી દળોને પરેશાન કરવા માંગે છે...'
મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ, 'અમારા સંસદીય નિયમો અને પ્રક્રિયા અનુસાર જવુ દેશમાં સારુ હોય છે. તે બતાવવા માંગે છે કે તે(સત્તાધારી પાર્ટી) કંઈ પણ કરી શકે છે કારણકે તેમની પાસે બહુમત છે. એ પહેલેથી જ સીબીઆઈ, ઈડી અને અન્ય એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે. સરકાર પહેલા જ ઈડીને ગૃહ મંત્રાલયને આધીન લઈ ચૂકી છે જ્યારે પહેલા તે નાણા મંત્રાલયને આધીન હતી. હવે તમે સીબીઆઈ અને ઈડી પ્રમુખોનો કાર્યકાળ પાંચ વર્ષ માટે વધારી રહ્યા છો. આનો અર્થ એ છે કે લાંબા સમય સુધી લોકોની પોતાની પસંદ ઈચ્છે છે જેથી તે સામાન્ય જનતા, વિપક્ષી દળો, બિન સરકારી સંગઠનો અને પત્રકારોને હેરાન કરી શકે.'
'લોકતંત્રની હત્યા કરીને તે તાનાશાહ બનવા માંગે છે'
મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ, 'અમે આનો વિરોધ કર્યો છે કારણકે અમે એક લોકતાંત્રિક દેશ છે. ભૂતકાળમાં કોઈ અન્ય પ્રધાનમંત્રીએ વટહુકમ જાહેર કરવામાં ઉતાવળ નથી કરી. તે લોકતાંત્રિક પ્રક્રિયાઓમાંથી નથી પસાર થઈ રહ્યા. તે લોકતંત્રની હત્યા કરી રહ્યા છે અને તે બંધારણને નષ્ટ કરી રહ્યા છે. અંતતઃ તે તાનાશાહ બનવા માંગે છે.'