આ બેંકના ખાતાધારકો હજારથી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે, RBI એ રોક લગાવી!
નવી દિલ્હી, 14 નવેમ્બર : બેંકિંગ નિયમોની અવગણના કરીને નબળી નાણાકીય સ્થિતિને જોતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વધુ એક બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. RBI એ લક્ષ્મી સહકારી બેંક લિમિટેડ સોલાપુર (લક્ષ્મી કો.ઓ. બેંક સોલાપુર) પર ઘણા નિયંત્રણો લગાવ્યા છે, જે પછી બેંકના ખાતાધારકો તેમના બેંક ખાતામાંથી 1000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં.
ભારતીય રિઝર્વ બેંકે RBI દ્વારા લક્ષ્મી સહકારી બેંક લિમિટેડ સોલાપુર પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. કેન્દ્રીય બેંકે સોલાપુરની આ સહકારી બેંકની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે, જે હેઠળ બેંકના ખાતાધારકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આરબીઆઈ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ મુજબ, ખાતાધારકોને તેમના બેંક ખાતામાંથી 1000 રૂપિયા સુધી ઉપાડવાની સ્વતંત્રતા મળી છે. તે આ રકમથી વધુ રકમ ઉપાડી શકશે નહીં.
આરબીઆઈએ બેંકની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે, જે હેઠળ ગ્રાહકોને તેમના ખાતામાંથી માત્ર 1000 રૂપિયા ઉપાડવાની સ્વતંત્રતા મળી છે. બીજી તરફ આ પ્રતિબંધ આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે. આરબીઆઈએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ બેંક પર આ પ્રતિબંધ લાદ્યો છે. જે અંતર્ગત 12 નવેમ્બર, 2021થી બેંકના વ્યવસાય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ પ્રતિબંધ આગામી છ મહિના સુધી ચાલુ રહેશે.
આરબીઆઈએ બેંકના ખાતાધારકોને માત્ર 1 હજાર ઉપાડવાની પરવાની આપી છે. આ સિવાય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પરવાનગી વિના કોઈપણ પ્રકારની લોન આપવા, લોન રિન્યૂ કરવા, કોઈપણ રીતે રોકાણ કરવાની કે કોઈપણ પ્રકારની ચુકવણી ન કરવા જણાવ્યુ છે. એટલે કે, હવે બેંક ન તો લોનનું વિતરણ કરી શકશે અને ન તો ચૂકવણી કરી શકશે.
આ પહેલા આરબીઆઈએ મહારાષ્ટ્રમાં બાબાજી દાતે મહિલા સહકારી બેંક પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. બેંક પરના આ પ્રતિબંધ બાદ બેંકના ખાતાધારકો તેના ખાતામાંથી 5000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. લોનની વહેંચણી, રોકાણ, ચૂકવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.