એક દિવસમાં મોતનો આંકડો વધ્યો
કોરોના સાથે જોડાયેલી ચિંતા કરનારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 555 લોકોના મોત નોંધવામાં આવ્યા છે. બે દિવસ પહેલા આ સંખ્યા ઓછી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે કેરળમાં કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાઈ રહ્યુ છે અને ત્યાં લોકોના મોત પણ વધુ થઈ રહ્યા છે. આખા દેશની વાત કરવામાં આવે તો સરકારી રેકોર્ડમાં કોરોનાથી અત્યાર સુધી 46,3245 જીવ જઈ ચૂક્યા છે.
દેશમાં વેક્સીનેશન પૂરજોશમાં
દેશમાં કોરોના વેક્સીનેશનમાં પણ મહારત મેળવ્યુ છે. ભારત સરકારની https://www.mohfw.gov.in/ વેબસાઈટના જણાવ્યા મુજબ દેશભરમાં લોકોનો રોજના 50 લાખથી વધુ ડોઝ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી લોકોને વેક્સીનનો 1,11,40,48,134 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાંથી કાલના દિવસે 58,42,530 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. વળી, અત્યાર સુધી કોરોનાથી રિકવર થનારાનો આંકડો વધીને 33826483 સુધી પહોંચી ગયો છે. જેમાં કાલના દિવસે 12403 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. સરકારનો દાવો છે કે રિકવરી રેટ વધ્યો છે અને હવે તે 98.26% છે.
નવા કેસ 274 દિવસોમાં સૌથી ઓછા
આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જણાવવામાં આવ્યુ કે કોરોના સંક્રણના કેસ હવે 274 દિવસમાં સૌથી ઓછા નોંધવામાં આવ્યા છે. સરકાર હવે દેશમાં બાળકોના રસીકરણની શરૂઆત પણ કરવાની છે. વાસ્તવમાં સમાચાર આવ્યા છે કે કોલકત્તામાં ઘણી પ્રાઈવેટ હોસ્પિટલ બાળકો માટે વેક્સીનેશન સેન્ટર બનાવી રહી છે. સાથે જ બાળકોને ડેટાબેઝ એકઠા કરી રહ્યા છે અને સ્કૂલો સાથે પણ ટાઈઅપ કરી રહ્યા છે જેથી વધુમાં વધુ બાળકોને રસી લગાવી શકાય. કેન્દ્ર સરકારે બાળકો માટે હજુ કોવિશીલ્ડને મંજૂરી તો નથી આપી પરંતુ ઝાયકોવ-ડીને બાળકોના વેક્સીનેશન માટે અપ્રૂવ કરી છે. ઝાઈકોવ-ડીને ઝાઈડસ કેડીલાએ બનાવી છે. આ ઉપરાંત DGCIએ ઓગસ્ટના મહિનામાં કેડિલાને અપ્રૂવલ આપ્યુ હતુ. આ વેક્સીનને 12 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો માટે ઈમરજન્સી યુઝ ઑથોરાઈઝેશન(EUI)ની મંજૂરી આપવામાં આવી.